એક તરફ અનંત અંબાણી અને બીજી તરફ મુકેશ અંબાણી, બન્નેનો હાથ પકડીને રાધિકા મર્ચન્ટે કરી ધમાકેદાર એંટ્રી, બોલિવૂડ સિતારાઓએ લગાવ્યા ચાર ચાંદ

Lok Patrika Desk
Lok Patrika Desk
3 Min Read
Share this Article

આખું બોલિવૂડ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની ઉજવણીમાં હાજરી આપતું જોવા મળ્યું હતું. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાને પાર્ટીમાં ગ્લેમર ઉમેર્યું. ઈશા અંબાણીએ તેની નાની ભાભીનો આવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેને સોશિયલ મીડિયા પર ચારે બાજુથી વાહ વાહ મળી રહી છે.

લોકો રાધિકા મર્ચન્ટ ફોટોને ગૌરવપૂર્ણ યુવતી પણ કહી રહ્યા છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ રાધિકા મર્ચન્ટનો આ ફોટો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

ફોટામાં રાધિકા મર્ચન્ટ પણ પતિ અનંત અંબાણી અને સસરા મુકેશ અંબાણીના હાથ પકડીને જોવા મળે છે. રાધિકાનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો રાધિકાના વખાણ કરી રહ્યા છે અને તેને ‘પ્રાઉડ યંગ લેડી’ કહી રહ્યા છે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં સમગ્ર બોલિવૂડ ઉમટી પડ્યું હતું. ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી.

માતા-પુત્રીનું રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. આરાધ્યા બિલકુલ ઐશ્વર્યા જેવી દેખાવા લાગી છે, સોશિયલ મીડિયા પર આ જ ચર્ચા ચાલી રહી છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લુકે આખી પાર્ટીને રોયલ બનાવી દીધી હતી. દીપિકા પાદુકોણ લાલ સાડી અને હેવી જ્વેલરીમાં ક્વીનથી ઓછી લાગી રહી ન હતી.

સારા અલી ખાન અને કેટરિના કૈફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના ફંક્શન માટે સફેદ લૂકમાં જોવા મળી હતી. બંને અભિનેત્રીઓ અદ્ભુત લાગી રહી હતી.

જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર બંને પેસ્ટલ રંગના ચમકદાર લહેંગામાં જોવા મળી હતી. બંને બહેનોએ અંબાણીની પાર્ટીમાં ઘણી લાઇમલાઇટ પકડી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પાર્ટીમાં વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ પણ પહોંચ્યા હતા. અંબાણી પરિવારના ફંક્શનમાં નીતુ કપૂર એકલી જોવા મળી હતી.

રણબીર અને આલિયાએ પાર્ટીમાં હાજરી આપી ન હતી. હંમેશાની જેમ, અહીં પણ ઓરીની એક અલગ શૈલી જોવા મળી. ઓરીએ ઓલ રેડ શિમરી સૂટમાં તેની સ્ટાઈલ બતાવી.   

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં ગૌરી ખાન અને આર્યન ખાન સામેથી આવ્યા અને મીડિયાની સામે ફોટા ક્લિક કરાવ્યા.

જ્યારે શાહરૂખ ખાન પાછળથી પાર્ટી હોલ તરફ આગળ વધ્યો હતો. પરંતુ શાહરૂખની માત્ર એક ઝલકથી નેટીઝન્સનું દિલ ધડકી ગયું.

આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે લીધુ મોટૂ પગલુ, ઓરેવા ગ્રુપને શો-કોઝ નોટિસ ફટકારી સ્પષ્ટ કહી દીધુ કે…

ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો

અંબાણી પરિવારની પાર્ટીમાં સલમાન ખાન તેની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી સાથે પહોંચ્યો હતો.

જોન અબ્રાહમ હંમેશાની જેમ સ્પોર્ટી લુકમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર પણ પાર્ટીમાં ઘણો લાઇમલાઇટ થયો હતો.


Share this Article
Leave a comment