Krushna Abhishek Govinda Video : કૃષ્ણા અભિષેકના (Krishna Abhishek) તેના ‘મામા’ ગોવિંદા સાથેના અણબનાવ વિશે બધા જાણે છે. જો કે લાગે છે કે હવે બંને વચ્ચે સ્થિતિ સારી થઇ રહી છે. કૃષ્ણાએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગોવિંદા સાથે પોતાના સુપરહિટ ગીત ‘બડે મિયાં છોટે મિયાં’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ એક થ્રોબેક વીડિયો છે. કૃષ્ણ અને ગોવિંદાને બ્લેક સૂટમાં સ્ટેજ પર નૃત્ય કરતા જોઇ શકાય છે. આ વીડિયો સાથે તેના કેપ્શને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
કૃષ્ણા અભિષેકે આ થ્રોબેક વીડિયો શેર કરીને લખ્યું છે કે, “આનાથી સારો વીડિયો બીજો કોઈ હોઈ શકે નહીં. સ્ટેજ પર આગ. મામા હંમેશાં પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કૃષ્ણા અને ગોવિંદા વચ્ચે 7 વર્ષથી વધુ સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. બંને વચ્ચે કોઈ વાતચીત થતી નથી. ગોવિંદાને જ્યારે પણ ‘ધ કપિલ શર્મા શો’માં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે કૃષ્ણાએ આ શોમાં ભાગ લીધો ન હતો.
View this post on Instagram
બે છોકરીએ બાઈક પર શરમ નેવે મૂકી, હેન્ડલ છોડી દઈ હગ કરી લિપ કિસ કરી, VIDEO જોઈ લોકોનું માથું ફરી ગયું
ભારતીય નેવીમાં નોકરીની મોટી તક, પગાર પણ 50,000 હજારથી વધુ, કાલે જ છેલ્લો દિવસ છે જલ્દી અરજી કરી દો
દિવાળી પહેલા કેમ ચોધાર આંસુડે રડાવી રહી છે ડુંગળી? અહીં સમજો મોંઘી થવા પાછળનું આખું ગણિત
જો કે હાલના સમયમાં કૃષ્ણા અભિષેકે પોતાના મામા એટલે કે ગોવિંદા સાથે પેચઅપની ઇચ્છા વારંવાર વ્યક્ત કરી છે. થોડા મહિના પહેલા કૃષ્ણાએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોવિંદાને ટેગ કરતા લખ્યું હતું કે, “ડાન્સ કરવો એ બાળપણથી જ મારું પેશન રહ્યું છે, જ્યારે હું સેટ પર મારા મામા ગોવિંદા સાથે ટ્રાવેલ કરતી હતી અને તેને ડાન્સ અને એક્ટિંગ કરતી જોતી હતી, ત્યારે મને ખૂબ સારું લાગતું હતું. અને મને આજે સેટ પર પણ આ જ કામ કરવામાં ખૂબ જ સારું લાગે છે. ”