નિરુપા રોયનો જન્મ 4 જાન્યુઆરી, 1931ના રોજ ગુજરાતના વલસાડમાં થયો હતો. આજે તેમની 93મી જન્મજયંતી છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત ઘણા હીરોની ઓન સ્ક્રીન માતા તરીકે પ્રખ્યાત થઈ હતી, જેના કારણે તેને ‘મધર ઓફ બોલિવૂડ’ કહેવામાં આવતી હતી. ફિલ્મોમાં ‘મા’ના રોલથી પ્રખ્યાત નિરુપા રોયે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મોથી કરી હતી. પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા નિરુપાનું અસલી નામ કાંતા ચૌહાણ હતું.
બોલિવૂડની માતા ધાર્મિક ફિલ્મોની ‘ક્વીન’ હતી
નિરુપા રોયનું નામ સાંભળીને તેના માતૃત્વથી માંડીને નિર્દોષ ચહેરા સુધી સૌની નજર સામે આવી જાય છે. પરંતુ, ‘બોલીવૂડની માતા’ તરીકે પ્રખ્યાત થયેલી નિરુપાનો ગ્લેમરસ અવતાર પણ ચર્ચામાં રહ્યો છે. નિરૂપા રોયને તો બધાએ માતાના રોલમાં જોઈ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેણે 16 ફિલ્મોમાં દેવીનો રોલ પણ કર્યો હતો, જેના કારણે લોકો તેને સાચી દેવી તરીકે પૂજવા લાગ્યા હતા. હિન્દી સિનેમાની દિગ્ગજ નિરુપા રોયને 50ના દાયકાની ધાર્મિક ફિલ્મોની ‘ક્વીન’ માનવામાં આવતી હતી. સિનેમા જગત અને ચાહકો માટે સૌથી દુ:ખની વાત એ હતી કે 13 ઓક્ટોબર, 2004ના રોજ નિરુપા રોયનું અવસાન થયું હતું અને 4 જાન્યુઆરીએ તેના જન્મદિવસ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપે છે.
પાત્ર વાસ્તવિક ઓળખ બની ગયું
‘દીવાર’ અને ‘અમર અકબર એન્થની’ સહિત ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની માતા તરીકે નિરુપા રોયને કોઈ ભૂલી શકે નહીં. સાથે જ અનેક ફિલ્મોમાં મુખ્ય લીડ તરીકે પોતાના ગ્લેમરસ રોલથી લોકોને દિવાના બનાવનાર નિરુપાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેની અદભૂત સફળતા પાછળ તેના પતિનો હાથ હતો. પતિના કહેવાથી નિરુપાએ પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ ‘રંકદેવી’ કરી હતી.
અનંત અંબાણીએ પહેરી એવી ઘડિયાળ જે દુનિયામાં માત્ર ત્રણ, કિંમત ૨૨ કરોડ; શું છે એમાં ખાસ?
Bigg Boss 18: નોમિનેશનમાં થયો ઉલટફેર! આ કન્ટેસ્ટન્ટ્સ પર લટકી એલિમિનેશનની તલવાર
વીર સાવરકર વિશે 3 મહત્વની વાતો, જેને વર્ષોથી દેશથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
સાથે જ ‘હમારી મંઝિલ’ તેમની પહેલી હિન્દી ફિલ્મ હતી. 1953માં રિલીઝ થયેલી બિમલ રોયની ફિલ્મ ‘દો બીઘા ઝમીન’ તેમના માટે માઇલસ્ટોન સાબિત થઇ હતી. તે છેલ્લે 90ના દાયકામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ બાદશાહ’માં અમિતાભ બચ્ચનની માતાના રોલમાં જોવા મળી હતી. નિરુપા રોય મૃત્યુ બાદ પણ પોતાના પાત્રો માટે જાણીતી છે.