Theatre Celebration: ‘બોર્ડર 2’ રિલીઝ થતાં જ દેશભરમાં જાણે કે દેશભક્તિનો માહોલ સર્જાયો છે. દર્શકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થિયેટરોમાં ‘ભારત માતા કી જય’ના નારા ગુંજતા સાંભળવા મળી રહ્યા હતા.
સની દેઓલની વોર ડ્રામા ફિલ્મ ‘બોર્ડર 2’એ 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. રિલીઝના પહેલા જ દિવસથી ફિલ્મે દર્શકોને જોરદાર રીતે જોડ્યા છે.ચાહકોના વિડીયો સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ થઈ રહ્યા છે તે ચાહકોની ફિલ્મ પ્રત્યેની દીવાનગી સ્પષ્ટ બતાવે છે.
વાત કરીએ ઉત્તર પ્રદેશના નજીબાબાદની. તો અહીં ફિલ્મનો ક્રેઝ અનોખી રીતે જોવા મળ્યો. અહીં યુવાનો ટ્રેક્ટર અને ખુલ્લી જીપમાં બેસીને થિયેટર સુધી પહોંચ્યા. હાથમાં તિરંગા અને ફિલ્મના પોસ્ટર્સ સાથે તેઓ રસ્તાભર દેશભક્તિના નારા લગાવતા સિનેમાઘર સુધી પહોંચ્યા.

ખાસ વાત એ છે કે આ ઉત્સાહમાં મહિલાઓ પણ સમાન રીતે સામેલ થઈ હતી. વાયરલ વીડિયોમાં મહિલાઓ જીપમાં બેસી તિરંગો લહેરાવતી અને પોતાની ખુશી વ્યક્ત કરતી જોવા મળતી હતી.
આ બાજુ થિયેટરોની અંદરનો માહોલ પણ ખૂબ ખૂબ જ ઉર્જાવાન જોવા મળી રહ્યો છે. સ્ક્રીન પર સની દેઓલ દેખાતાં જ દર્શકો ઊભા થઈ જાય છે. આખો હોલ ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠે છે.
બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી છે. એક એહવાલ અનુસાર અત્યાર સુધીમાં ‘બોર્ડર 2’એ ઓપનિંગ ડે પર આશરે 30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ વર્ષના સૌથી મોટા ઓપનિંગ્સમાંની એક બની છે.
અનુરાગ સિંહના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં આર્મી, એરફોર્સ અને નેવીના જોડિયા ઓપરેશનને દર્શાવવામાં આવ્યું છે. સની દેઓલ લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહની ભૂમિકામાં નજરે પડે છે. તેમની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.