‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી ટીવી જગતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો છે. લોકોને આ શો જોવો ખૂબ ગમે છે. આ શોના મુખ્ય પાત્રો જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ શોમાં દયા ભાભીનું પાત્ર જોવા મળ્યું નથી. જેઠાલાલ એકલા હાથે આ શોનું નેતૃત્વ કરી રહ્યા છે. આ શોમાં દિશા વાકાણી દયા ભાભીનું પાત્ર ભજવતી હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી ટીવીના પડદેથી ગાયબ છે અને તેના પરત ફરવા અંગે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે.
આજે પણ લોકોને આશા છે કે તે શોમાં પાછી આવી શકે છે. આ શોમાં અભિનેત્રીની જગ્યા અન્ય કોઈ અભિનેત્રી લઈ શકી નથી. અનેક ઓડિશન્સ બાદ પણ પરફેક્ટ દયા ભાભીની શોધ પૂરી થઇ નથી. આવી સ્થિતિમાં, શોના નિર્માતાઓએ પોતે જ ખુલાસો કર્યો છે કે દિશા ભાભી શોમાં પરત ફરશે કે નહીં. શોના નિર્માતા અસિત મોદીએ શોશા સાથે વાત કરતા આ વિશે જણાવ્યું છે.
દયા ભાભી ને શોમાં લાવવા માંગે છે
દયા ભાભીની વાપસીના મુદ્દે વાત કરતા અસિત મોદીએ કહ્યું કે, “દયાબેનને પાછા લાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે હું પોતે તેમને મિસ કરું છું. કેટલીકવાર પરિસ્થિતિ એવી હોય છે કે તેમાં વિલંબ થાય છે. કેટલીકવાર વાર્તા ખૂબ લાંબી હોય છે. ક્યારેક મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે. 2024માં ચૂંટણી થઈ હતી, ત્યાર બાદ આઇપીએલ અને ત્યાર બાદ વર્લ્ડકપની મેચો હતી, ત્યાર બાદ વરસાદી માહોલ જામ્યો. આવી સ્થિતિમાં, વિલંબ થયો હતો. આ વાતચીતના સંદર્ભમાં અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે શું દિશા વાકાણી પરત ફરશે? અસિત મોતીએ પોતાના જવાબથી તમામ અટકળો અને સંભાવનાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને પુષ્ટિ કરી છે કે હાલના સમયમાં આવી કોઈ સંભાવના હાલના સમયમાં જોવા મળી નથી.
શું કહે છે અસિત મોદી?
શોના પ્રોડ્યુસર અસિતે જણાવ્યું હતું કે, “હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હું માનું છું કે હવે દિશા વાકાણી પાછી નહીં આવી શકે. તે બે બાળકોની માતા છે. તે મારી બહેન જેવી લાગે છે. હું હજી પણ તેના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ શેર કરું છું. દિશા વાકાણી મારી બહેન છે, તેમણે મને રાખડી પણ બાંધી છે. તેના પિતા અને ભાઈ મારા પરિવારનો ભાગ છે. અમે ૧૭ વર્ષથી જોડાયેલા છીએ અને કામ કર્યું છે. તેના માટે હવે શોમાં પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ છે.
સ્ત્રીઓ માટે લગ્ન પછીનું જીવન સહેલું નથી હોતું, પરંતુ તેમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે. તેમના માટે નાના બાળકો સાથે કામ કરવું અને ઘરનું સંચાલન કરવું શક્ય નથી. તેમ છતાં, હું હજી પણ હકારાત્મક છું. હું પણ આશા રાખું છું અને વિચારું છું કે ભગવાન કેટલાક ચમત્કાર કરશે અને દિશા આ શોમાં પરત ફરશે અને તે સારી બાબત હોત. જો તે પાછી નહિ આવી શકે, તો મારે બીજી દયા લાવવી પડશે. ‘
લોકો આ આઈપીઓમાં રોકાણ કરી રહ્યા છે પૈસા, જીએમપી ₹80થી વધીને ₹95, હજુ પણ છે બોલી લગાવવાની તક
મિથુન અને સિંહ સહિત આ ચાર રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં મળી શકે છે સારી તકો
પુત્રીના જન્મ પછી આ શો છોડી દીધો હતો.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી લોકો દિશા વાકાણીના શોમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા. દિશા વાકાણીએ લગ્ન કર્યા બાદ બ્રેક લીધો હતો, પરંતુ પછી તે પાછી આવી હતી. પહેલી દીકરીને જન્મ આપ્યા બાદ એક્ટ્રેસ બ્રેક પર ગઈ હતી અને શોમાં પાછી ફરી શકી નહોતી. કોવિડ પહેલા એવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દિશા આ શોમાં પાછી ફરી રહી છે. મેકર્સે તેની સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન લોકડાઉન થયું હતું. એક્ટ્રેસે ફરી પ્રેગ્નેન્સી પ્લાન કરી અને બીજીવાર દીકરાની મા બની, જે બાદ તેની કમબેકની શક્યતાઓ ખતમ થઈ ગઈ. ઘણીવાર શોમાં એવા ટ્વિસ્ટ આવે છે કે દિશા વાકાણી પરત ફરી રહી છે, પરંતુ તે પાછી આવી શકતી નથી અને દર્શકો નિરાશ જ થાય છે. હાલ દિશા ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે અને લાઈમલાઈટથી દૂર રહે છે.