બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. તે ઘણીવખત મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વૉક કરતી જાેવા મળે છે. પણ, હાલમાં જ ૪૮ વર્ષીય એક્ટ્રેસ મલાઈકા અરોરા જાેરદાર ટ્રોલ થઈ છે. કારણકે, હાલમાં જ એક્ટ્રેસ મલાઈકા અરોરા બ્રા પહેર્યા વિના તેના પેટને ફરવા લઈ જવા માટે બહાર નીકળી હતી. ત્યારે કેટલાંક ફોટોગ્રાફર્સે તેનો ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટોમાં મલાઈકા અરોરા મુંબઈમાં તેના ઘરની બહાર ગ્રે કલરના શર્ટ અને મેચિંગ ટ્રેકપેન્ટમાં જાેવા મળી રહી છે, તેણે બ્રા નહોતી પહેરી. તેણે માસ્ક પહેર્યું હતું. હવે આ બૉલ્ડ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ત્યારે હવે કેટલાંક યૂઝર્સે મલાઈકા અરોરાને ટ્રોલ કરતા લખ્યું કે શું તને બ્રા પહેરવી નથી ગમતી? જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે ‘સિંગલ બ્રા વિના અને ડબલ માસ્ક સાથે જ્યારે કેટલાંક સોશિયલ મીડિયા યૂઝરે મલાઈકા અરોરાના સપોર્ટમાં લખ્યું કે બ્રા પહેરવી કે નહીં તે પોતાનો ર્નિણય છે. જેમાં તેણે કશું ખોટું નથી કર્યું. ઘણાં લોકોને બ્રા પહેરવી ગમતી નથી હોતી. તે પણ વૉક કરતી વખતે ખાસ. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર રવિવારે બપોરે એકસાથે લંચ ડેટ પર નીકળ્યા હતા.
તેઓ મુંબઈના બાંદ્રાની એક રેસ્ટોરન્ટની બહાર જાેવા મળ્યા હતા. હાલમાં જ એવા સમાચાર વહેતા થયા હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરા સાથેનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘અફવાઓને કોઈ સ્થાન નથી. બધા સુરક્ષિત રહો, ખુશ રહો. લોકોની તબિયત સારી રહે તેવી પ્રાર્થના કરો. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.’
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને છેલ્લા ૩ વર્ષથી ડેટ કરી રહ્યા છે. તેઓ ઘણીવખત એકસાથે જાેવા મળે છે અને વેકેશન પર પણ સાથે જાય છે. અર્જુન કપૂરે મલાઈકા અરોરા પ્રત્યે પોતાના પ્રેમને જાહેર કરતા એક રોમાન્ટિક તસવીર શરે કરી હતી. જેમાં બંને મિરરની સામે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા હતા. અર્જુન કપૂરે લખ્યું હતું કે, આવી બિનજરૂરી અફવાઓ માટે કોઈ સ્થાન નથી. સુરક્ષિત રહો અને તમારા પર ભગવાનનો આશીર્વાદ રહે. તમારા બધા માટે શુભેચ્છાઓ. લવ યૂ બધાને.