ફિલ્મ ‘એનિમલ’ માટે બધા થિયેટર હાઉસફુલ, બોબી દેઓલનો વિલન અવતાર કરોડો લોકોને ગમ્યો, પિતા ધર્મેન્દ્રએ પણ કરી પ્રશંસા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

BOLLYWOOD NEWS: કપૂર ખાનદાનના હીરો રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકોએ રાત્રિના શો પણ હાઉસફુલ કરી દીધાં છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, દિલ્હી -NCR, નોઈડા, જયપુર સહિતના મેગા સિટીમાં થીયેટરમાં રાતના શો પણ ચાલું કરવામાં આવ્યા છે. ત્યારે આ ફિલ્મ ધમાકેદાર એકશન હિટ ફિલ્મ તરીકે સાબિત થઈ રહ્યું છે. એનિમલે ફક્ત ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર ડબલ સદી ફટકારી દીધી છે.

જ્યાં, ફિલ્મ ‘એનિમલ’માં બોબી દેઓલે ખતરનાક રોલ કર્યો છે. આ રોલ માટે એક્ટર બોબી દેઓલ ખૂબ પ્રશંસા મેળવી રહ્યા છે. લાંબા સમય બાદ બોબી મોટા પડદા પર નજર આવ્યો છે. આવી સ્થિતિમાં તેમના રોલ માટે ચાહકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે બોબી દેઓલના વિલન કેરેક્ટર પર તેમના પિતા ધર્મેન્દ્રનું પણ રિએક્શન સામે આવ્યું છે. ધર્મેન્દ્રએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના લાડલા પુત્રની પ્રશંસા કરી છે.

‘એનિમલ’માં બોબી દેઓલના વિલન અવતાર પર ધર્મેન્દ્રનું રિએક્શન

ફિલ્મ અભિનેતા અને બોબી દેઓલના પિતા ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘એનિમલ’ ફિલ્મથી પોતાના પુત્રનો એક સ્ક્રીનગ્રેબ શેર કર્યો હતો જેમાં બોબી ખૂબ જ ગુસ્સામાં નજર આવી રહ્યો છે. આ તસવીરની સાથે ધર્મેન્દ્રએ પુત્ર બોબી દેઓલની પ્રશંસા કરી હતી. તેમણે ઘણા હાર્ટ ઈમોજી બનાવતા કેપ્શનમાં લખ્યું- મારો ટેલેન્ટેડ બોબ.

મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??

12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે

ભાજપ, કોંગ્રેસ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટર…. બધા જ ખુશખુશાલ, 41 મજૂરોનો જીવ બચ્યા બાદ સૌએ રાજીપો વ્યક્ત કર્યો!

આ અગાઉ બોબીના દમદાર લુક અને શાનદાર એક્ટિંગને જોઈને તેનો મોટો ભાઈ સની દેઓલ પણ ખુદને તેના વખાણ કરવાથી રોકી નહોતો શક્યો. સની દેઓલે ફિલ્મ ‘એનિમલ’થી બોબીની એક તસવીર તેના ઈન્સ્ટા પર શેર કરીને તેના પર પ્રેમ વરસાવ્યો હતો. સનીએ શેર કરેલી તસવીરમાં બોબી દેઓલ લોહીથી લથપથ રડતો નજર આવ્યો હતો. બોબીની આ ખતરનાક તસવીર શેર કરતી વખતે સની દેઓલે કેપ્શનમાં લખ્યું હતું ‘બોબ.’


Share this Article
TAGGED: , ,