આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. કોરોનાના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ કેટલીય વખત પાછળ ઠેલાઈ છે. આખરે હવે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થવાની છે. શુક્રવારે સવારે ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ નવી રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ગંગુબાઈ કાઠિયાવાડી હવે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી બાદ આલિયા ભટ્ટે પણ પોતાની ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
જાેકે, આલિયાએ આ જાહેરાત તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરના ટિ્વસ્ટ સાથે કરી છે. આલિયા ભટ્ટે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવા માટે પોતાના તાજેતરના વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આલિયા ચંદ્રની શીતળતાનો આનંદ લેતી જાેવા મળે છે. આલિયાએ આ તસવીરો શેર કરતાં રણબીર કપૂરની ફિલ્મ ‘સાંવરિયા’ના ગીત ‘દેખો ચાંદ આયા’ની પંક્તિઓ લખી છે. આલિયાએ રિલીઝ ડેટ જાહેર કરતાં લખ્યું, “દેખો ચાંદ આયા ચાંદ નઝર આયા??
ગંગુ પણ આવી રહી છે ૨૫ ફેબ્રુઆરીએ? આલિયા પહેલા ભણસાલી પ્રોડક્શન હાઉસ દ્વારા નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતાં લખવામાં આવ્યું હતું, તમારી નજીકના સિનેમાઘરોમાં તેના શાસનના સાક્ષી બનો ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ. કોરોના મહામારીના કારણે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ અનેકવાર પાછળ ઠેલાઈ છે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વના રોલમાં જાેવા મળવાનો છે. આ સિવાય હુમા કુરેશી અને સીમા પાહવા પણ જાેવા મળશે.
જાણીતા લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના એક પ્રકરણના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડીનું વર્લ્ડ પ્રીમિયર ૭૨મા બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે. એક ઈન્ટરવ્યૂમાં સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે, આ ફિલ્મના તેમના માટે ખૂબ ખાસ છે. મહામારી દરમિયાન તેમણે આ ફિલ્મ બનાવી છે અને લોકોને બતાવવા માટે ઉત્સાહિત છે. પહેલા આ ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની હતી. ત્યાર બાદ તારીખ બદલીને ૧૮ ફેબ્રુઆરી કરાઈ હતી. હવે વધુ એક અઠવાડિયું પાછળ ઠેલીને ફિલ્મને ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાના છે.