Business News: ટ્રાફિક વધારવા અને YouTube પર વધુ કમાણી કરવા માટે ક્લિકબેટ અને સનસનાટીભર્યા ખોટા થંબનિલ્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ કારણે ફેક ન્યૂઝથી થતી ગેરકાયદેસર કમાણીને ગંભીર ચિંતાનો વિષય ગણીને ભારત સરકારે તેની સામે ફરી એકવાર મોટી કાર્યવાહી શરૂ કરી છે.
યુટ્યુબ પર ફેક ન્યૂઝથી સરકાર ચિંતિત
કેન્દ્ર સરકારે અગાઉ પણ નકલી સમાચારોથી કમાણી સંબંધિત ચિંતાઓને ગંભીરતાથી લેતા યુટ્યુબને કાર્યવાહી માટે સૂચિબદ્ધ કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં PIBએ આવી 26 YouTube ચેનલોનો પર્દાફાશ કર્યો છે જે નિયમિતપણે ખોટી માહિતી અને સમાચાર પ્રકાશિત કરે છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
120 યુટ્યુબ ચેનલો બ્લોક કરી
આ પછી હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 20 ની જોગવાઈઓ હેઠળ 120 થી વધુ YouTube ચેનલોને બ્લોક કરવામાં આવી છે.