ગુજરાતના ગરબા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરના લોકોને ભારત ખેચીં લાવે તેવા છે. ગુજરાતનું ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે. સમયાંતરે ગરબાને વિશ્વના અનેક પ્લેટફોર્મમાં સ્થાન મળતું હોય છે ત્યારે આજે ગુજરાતી ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સ્થાન મળ્યું છે. ‘ગુજરાતના ગરબા’ તરીકે ગહન રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં અંકિત છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરવા માટે ભારતમાંથી 15મું ICH તત્વ ચિહ્નિત કરે છે.
ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું મહત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને માં આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે. જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં એ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી એટલે કે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ પણ બની ચૂક્યો છે.
આ બાબતે માહિતી આપતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગરબા, ઉજવણી, ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા, ભૌગોલિક સીમાઓને ઓળંગે છે. આ યાદી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાક પ્રયાસોની સાક્ષી છે. આ નવરાત્રીના ગરબાને માણવા માટે દેશ વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે.
આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે.
શેર બજાર આજે ઓલ ટાઈમ હાઈ, જાણો, શું છે RBI દ્વારા રેપો રેટને સ્થિર રાખવાનું વાતાવરણ?
ગરબો એટલે ભક્તિ ભાવ સ્નેહ અને પ્રારંપરિક સહકારનું પ્રતિબિંબ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા સમૂહમાં ગવાતા ગરબાએ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરંપરા પ્રેરણા ઉત્સાહ ઉપરાતમાં આદ્યશક્તિના અવિભાવથી પ્રગટ તો ઉત્કૃષ્ટ ભાવનું પ્રતીક પણ છે.