Age-Gap Romance Hits OTT: પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, પણ જ્યારે એક યુવાન હસીના પોતાથી બમણી ઉંમરના વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે સમાજ અને સંબંધોમાં ભૂકંપ આવી જાય છે! ૨ કલાક અને ૨૬ મિનિટની એક એવી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ, જે પ્રેમની તમામ હદો અને રૂઢિચુસ્ત પરંપરાઓને પડકારશે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ અનોખી લવ સ્ટોરી હવે ઓટીટી (OTT) પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે.
બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2′ ને મેકર્સે 14 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી વાહવાહી મેળવી છે. ‘દે દે પ્યાર દે 2’ એ વર્ષ 2019માં આવેલી ફિલ્મની સિક્વલ છે, જેને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે, જો તમે પણ કોઈ કારણસર સિનેમાઘરોમાં ‘દે દે પ્યાર દે 2’ ફિલ્મ જોઈ શક્યા નથી, તો હવે તમે તેને જલ્દી જ ઘરે બેઠા OTT પર જોઈ શકો છો. જે લોકો આ ફિલ્મની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે.
OTT પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે ફિલ્મ
ખરેખર, અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ ટૂંક સમયમાં OTT પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. તેની OTT રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. રોમેન્ટિક-કોમેડી ડ્રામા ફિલ્મ ‘દે દે પ્યાર દે 2′ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર 9 જાન્યુઆરીએ દસ્તક આપવાની છે. 9 જાન્યુઆરી એટલે કે શુક્રવારના રોજ લોકો ઘરે બેઠા આરામથી આ ફિલ્મ જોઈ શકશે.
દે દે પ્યાર દે 2’ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે તમે આ ફિલ્મને OTT પર તમારા પાર્ટનર સાથે આરામથી ઘરે બેઠા જોઈ શકશો. આ ફિલ્મનું નિર્દેશન અંશુલ શર્માએ કર્યું છે. વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ની સિક્વલ ‘દે દે પ્યાર દે 2’, તેના પહેલા ભાગની સરખામણીમાં લોકોને વધુ પ્રભાવિત કરવામાં સફળ રહી નથી. હવે લોકો ફિલ્મ જોવા માટે આતુરતાથી 9 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.
બોક્સ ઓફિસ પર આટલું કલેક્શન કર્યું હતું
વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ માં અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ ઉપરાંત આર. માધવન, ગૌતમી કપૂર, જાવેદ જાફરી, મીઝાન જાફરી અને ઈશિતા દત્તા જેવા શ્રેષ્ઠ કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ભારતમાં 74.21 કરોડનું કલેક્શન કર્યું છે અને દુનિયાભરમાં 111 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જણાવી દઈએ કે, રિપોર્ટ્સ અનુસાર ‘દે દે પ્યાર દે 2’ નું કુલ બજેટ અંદાજે 150 કરોડ રૂપિયા છે.