અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરી ઈશિતા દત્તા બનશે માતા , લગ્નના 6 વર્ષ બાદ સંભળાયા સારા સમાચાર

Lok Patrika Reporter
Lok Patrika Reporter
2 Min Read
Share this Article

પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવનાર ઈશિતા દત્તા વિશે એક સારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અભિનેત્રી ગર્ભવતી છે. હાલમાં જ એક પાપારાઝીએ ઈશિતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો એરપોર્ટનો છે, જ્યાં તે કેમેરામાં કેદ થઈ ગઈ છે.
લોકો અભિનંદન આપી રહ્યા છે.

https://www.instagram.com/reel/Cp2KizNDq3-/?utm_source=ig_web_copy_link

આ પોસ્ટ સાથે પાપારાઝીએ એ પણ જણાવ્યું કે અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવાની છે. આ ક્લિપ સામે આવતા જ તેના ચાહકોએ અભિનેત્રીને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કોમેન્ટ કરી, “અભિનંદન.” બીજા યુઝરે લખ્યું, “વાહ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અભિનેત્રીને અભિનંદન આપતા જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે ઈશિતા બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાની બહેન છે. સાથે જ તેના પતિ વત્સલ સેઠ પણ એક્ટર છે. તે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેણે અબ્બાસ-મસ્તાનની ટારઝન ધ વન્ડર કારથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા.

ટોયલેટ સીટ કરતાં 40,000 ગણા વધુ બેક્ટેરિયા.. બોટલમાં પાણી પીનારા વિસ્તૃતથી વાંચો આ સમાચાર, મોત સુધીનો ખતરો

મુકેશ અંબાણીના રસોઈયાને મળે છે આટલો પગાર, એન્ટિલિયાના દરેક કર્મચારીઓનો પગાર જાણીને હક્કા-બક્કા રહી જશો

ગીતા, કિંજલ, અલ્પા, મોનલ, દિપાલી… RJ- અભિનેત્રીઓ અને ગાયિકાઓ એકસાથે જોવા મળી, આ ખાસ કાર્યક્રમમાં જોડાઈ

આ પહેલીવાર નથી કે જ્યારે ઈશિતાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હોય. બે વર્ષ પહેલા પણ મીડિયા રિપોર્ટ્સમાં આવા દાવા કરવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ અભિનેત્રીએ આગળ આવીને આવી અફવાઓનું ખંડન કર્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશિતા છેલ્લે અજય દેવગણની ‘દ્રશ્યમ 2’માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. બમ્પર કલેક્શનને કારણે આ ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી હતી.


Share this Article
Leave a comment