ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન કર્યા ત્યારથી કેટરીના કૈફ અને વિકી કૌશલ ચર્ચામાં છે. લગ્નના બીજા જ દિવસે કપલ હનીમૂન માટે માલદીવ્સ પહોંચી ગયું હતું. કપલે તેમના લગ્ન તેમજ પ્રી-વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો શેર કરી હતી પરંતુ હનીમૂનની એક પણ તસવીર શેર કરી નહોતી.
વિકી કૌશલ હાલ કાનપુરમાં સારા અલી ખાન સાથે તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે કેટરીના કૈફ એકલી માલદીવ્સ પહોંચી ગઈ છે. કેટરીના કૈફે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માલદીવ્સમાંથી પોતાની હોટ તસવીરો શેર કરી છે. જેમાં તેણે ટ્રોપિકલ શર્ટ અને ફ્લોરલ પ્રિન્ટેડ શોર્ટ્સ પહેરી છે.
આ તસવીરોમાં તે ગજબની સુંદર લાગી રહી છે. તસવીરોની સાથે તેણે લખ્યું છે ‘માય હેપ્પી પ્લેસ. પતિને અહીંયા મૂકી કેટરીના કૈફ માલદીવ્સમાં એકલી શું કરી રહી છે તેનો ખુલાસો પણ થયો છે. રિપોર્ટ પ્રમાણે, કેટરીના કૈફ જાહેરાતના શૂટિંગ માટે માલદીવ્સ ગઈ છે. કેટરીના કૈફનું ત્યાં શૂટ છે. તે એક બેવરેજ બ્રાન્ડ સાથે લાંબા સમયથી જાેડાઈ છે અને તેઓ ઉનાળા માટે એક રસપ્રદ ટીવી એડનું શૂટિંગ કરી રહ્યા છે. તે થોડા દિવસ ત્યાં રહેવાની છે, તેમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
બે દિવસ પહેલા જ કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. આ દરમિયાન તે ક્યાં જઈ રહી હતી તેનો ખુલાસો થયો નહોતો પરંતુ હવે આ અંગેની સ્પષ્ટતા થઈ છે. ટીવી એડનું શૂટિંગ પતાવીને મુંબઈ આવ્યા બાદ કેટરીના કૈફ તેની અપકમિંગ ફિલ્મ ટાઈગર ૩ના શૂટિંગમાં જાેડાશે.
આ ફિલ્મમાં તે સલમાન ખાનના ઓપોઝિટમાં જાેવા મળશે. ફિલ્મના ફાઈનલ શિડ્યૂલનું શૂટિંગ દિલ્હીમાં જાન્યુઆરીની શરૂઆતમાં થવાનું હતું. રાજધાનીમાં કોવિડ-૧૯ના કેસો વધતા શૂટિંગ પાછળ ધકેલાયું હતું. કેટરીના કૈફ પાસે ‘ટાઈગર ૩’ સિવાય અન્ય પણ કેટલાક પ્રોજેક્ટ છે.
તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જાેવા મળશે. આ સિવાય તેની પાસે શ્રીરામ રાઘવન સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ છે. ઉપરાંત તે ગર્લ ટ્રિપ પર આધારિત ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે. જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.