Mahavatar Narasimha Teaser : દિગ્દર્શક અશ્વિન કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ મહાવતર નરસિમ્હાનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. તેની એનિમેટ ફિલ્મ લાંબા સમયથી હેડલાઇન્સમાં છે. અશ્વિન કુમારની આગામી એનિમેટેડ શ્રેણી મહાવતર નરસિંહે તેના અદભૂત, ઉત્તેજક અને ભવ્ય પોસ્ટરોથી ઘણી ચર્ચા જગાવી છે. આ માસ્ટરપીસ બે મોટા પ્રોડક્શન હાઉસ, હોમ્બલે ફિલ્મ્સ અને કાલિમ પ્રોડક્શન્સ તરફથી આવી રહી છે.
આ મહાવતર શ્રેણીની શરૂઆત છે, જે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોની કથાઓ રજૂ કરવા જઈ રહી છે. નિર્માતાઓએ આ દિવસે ટીઝર રિલીઝની જાહેરાત કરી દીધી હતી, અને આખરે તેને મકરસંક્રાંતિના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. તે અગાઉ ક્યારેય ન જોયેલો સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપે છે. એક તરફ મહા કુંભ મેળો ચાલી રહ્યો છે, તો બીજી તરફ આ ખાસ ટીઝર જોવું ખરેખર કોઈ દિવ્ય અનુભવથી ઓછું નહીં હોય.
મહાવતર નરસિંહ ભક્તિ અને આશાની કથા છે, જેનું વર્ણન ભક્ત પ્રહલાદ દ્વારા કરવામાં આવ્યું છે. તે બતાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુ નરસિંહ તરીકે અવતાર લે છે, અનિષ્ટનો અંત લાવે છે અને માનવતાની પુન:સ્થાપના કરે છે. નિર્માતાઓનું માનવું છે કે આ એક એવી વાર્તા છે જેને કહેવાની જરૂર છે. આ એક ખૂબ જ ખાસ અને અનોખી દુનિયા હોવાથી નિર્માતાઓએ નક્કી કર્યું કે એનિમેટેડ ફિલ્મ તેને બતાવવાનો શ્રેષ્ઠ માર્ગ હશે, જેથી તેની દરેક વિગતો કોઈ પણ વિક્ષેપ વિના યોગ્ય રીતે આપી શકાય.
કંટારાની સફળતા પછી, હોમ્બલે ફિલ્મ્સનો આ બીજો પ્રોજેક્ટ હશે જે ભારતીય સંસ્કૃતિના કેટલાક ઓછા જાણીતા પાસાઓને પ્રદર્શિત કરશે. કંટારાના માધ્યમથી તેમણે કોલા ઉત્સવની વણસાંભળેલી કહાનીને દુનિયા સામે મૂકી છે અને ભારતના દિલમાં વસેલી ખાસ સંસ્કૃતિની કહાની બતાવી છે. આ ફિલ્મ સૌથી મોટી સ્લીપર હિટ સાબિત થઈ હતી, જેણે રેકોર્ડ બનાવ્યા હતા અને ભારતની સૌથી મોટી પાન ઇન્ડિયા ફિલ્મ બની હતી.
તાલિબાનની કેદમાં અમેરિકન નાગરિકો માટે રાષ્ટ્રપતિ બિડેન ચિંતિત છે, જાણો સમગ્ર મામલો
મહાકુંભની શરૂઆત પર PM મોદીએ આપ્યો ખાસ સંદેશ, બોલ્યા- મને ખુશી થઈ રહી છે કે…
મકર સંક્રાંતિ પર કર્ક રાશિમાં ચંદ્ર ગોચર, ૩ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ!
મહાવત્તર નરસિંહાનું દિગ્દર્શન અશ્વિન કુમારે કર્યું છે, અને કાલિમ પ્રોડક્શન્સ હેઠળ શિલ્પા ધવન, કુશલ દેસાઇ અને ચૈતન્ય દેસાઇએ નિર્માણ કર્યું છે. હોમ્બલી ફિલ્મ્સના સહયોગથી, જે તેની આકર્ષક સામગ્રી માટે જાણીતી છે, આ ભાગીદારીનો હેતુ વિવિધ મનોરંજન પ્લેટફોર્મ પર સિનેમેટિક માસ્ટરપીસ પ્રસ્તુત કરવાનો છે. અદભૂત દ્રશ્યો, સાંસ્કૃતિક વૈવિધ્ય, મહાન ફિલ્મ ટેકનોલોજી અને મજબૂત સ્ટોરીલાઇન સાથે તેને થ્રીડી અને પાંચ ભારતીય ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.