મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમય સુધી સાથે હતા. બંને વેકેશન અને ડેટ પર સાથે જતા હતા. સોશિયલ મીડિયા પર પણ બંનેએ ક્યારેય પોતાના પ્રેમને છુપાવ્યો નહોતો, પરંતુ લાંબા સમયથી સાથે રહેતા આ કપલનું આ વર્ષે બ્રેકઅપ થઇ ગયું હતું. સિંઘમ અગેનના એક કાર્યક્રમ દરમિયાન અર્જુને સૌની સામે કહ્યું હતું કે હું હવે સિંગલ છું. હવે અર્જુનના આ નિવેદન પર મલાઈકાનું રિએક્શન આવ્યું છે.
શું કહ્યું મલાઈકાએ?
એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ કહ્યું કે, “હું ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ છું અને મારા જીવનના કેટલાક એવા પાસા છે જેના વિશે હું વધારે ખુલાસો કરવા નથી માંગતી. હું ક્યારેય જાહેર મંચ પર મારા અંગત જીવન વિશે વાત કરવાનો નથી એટલે અર્જુને જે કંઈ પણ કહ્યું છે એ એની પસંદગી છે. ‘ વાસ્તવમાં સિંઘમ અગેનની એક ઈવેન્ટ દરમિયાન ત્યાં હાજર ભીડ મલાઈકાનું નામ બોલવા લાગી હતી. આના પર અર્જુને બધાની સામે કહ્યુ, “ના, હવે હું સિંગલ છું, રિલેક્સ થાવ.”
ખરાબ સમયમાં મલાઈકા સાથે હતો અર્જુન
બ્રેકઅપ બાદ મલાઈકાના પિતાનું નિધન થયું હતું અને અર્જુન તે સમયે તેની સાથે ઉભો રહ્યો હતો. આ દરમિયાન તે મલાઈકાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ પણ હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર પણ તેના વખાણ થયા હતા, તેથી જ્યારે અર્જુનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “હું કહીશ કે જ્યારે ખુશી અને જ્હાનવી (શ્રીદેવીનું મૃત્યુ) સાથે અકસ્માત થયો હતો, ત્યારે તે સમયે પણ આવું જ થયું હતું. જો મારે કોઈની સાથે ભાવનાત્મક સંબંધ હશે, તો હું તે વ્યક્તિના ખરાબ સમયમાં તેની સાથે ઉભો રહીશ. જો હું કોઈની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હોઉં, તો હું જીવનભર તેની સાથે રહીશ.
બોલીવૂડના એક્શન સ્ટારનો ખતરનાક સ્ટંટ, પીગળેલી મીણબત્તી ચહેરા પર રેડી, વીડિયો તમને ડરાવી દેશે
દિલ્હી-NCRમાં ઠંડી અને વરસાદનો બેવડો ફટકો, આ રાજ્યો માટે પણ એલર્ટ જારી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ?
લગાતાર ઘટાડા પછી સોનાના અને ચાંદીના ભાવ સ્થિર, જાણો આજના ભાવ
અર્જુનની પ્રોફેશનલ લાઇફ
અર્જુનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આ વર્ષે સિંઘમ અગેનમાં તેના વિલનના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. વિવેચકો અને પ્રેક્ષકોએ તેના અવતારને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો. હવે તે નો એન્ટ્રી 2માં જોવા મળવાનો છે, જેમાં તેની સાથે દિલજીત દોસાંઝ અને વરુણ ધવન પણ છે.