કેરળના કોઝિકોડમાં મોડલ અને એક્ટ્રેસ શહાના પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. શુક્રવારે ૨૦ વર્ષની એક્ટ્રેસ શહાનાનો મૃતદેહ ઘરની બારીની રેલિંગ લાથે લટકેલો મળી આવ્યો હતો.
આ ઘટનાની સૂચના મળ્યા બાદ તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને શહાનાના પતિને પોલીસ પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ હતી.
તેમના મૃત્યુની એક રાત અગાઉ જ તેમનો જન્મદિવસ હતો. આવી સ્થિતિમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જન્મદિવસે જ એક્ટ્રેસનું મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી પ્રમાણે શહાનાના પરિવારજનોએ તેના મૃત્યુને હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. શહાનાની મોત પર તેમની મા અને સબંધીઓ આઘાતમાં છે તેમનું કહેવું છે કે, શહાના આત્મહત્યા ન કરી શકે.
આવી સ્થિતિમાં શહાનાના પતિ પર આરોપ લગાવવામાં આવ્યો છે. શહાનાની મા એ તેમના નિવેદનમાં કહ્યું કે, મારી પુત્રી પોતાના પતિને લઈને પરેશાન હતી. તે તેની સાથે મારપીટ પણ કરતો હતો. તે તેમના ઘરની સ્થિતિ બતાવતી હતી. તેમની સાથે ઘરેલું હિંસા થતી હતી. તે તેને ખૂબ જ માર મારતો હતો.
શહાનાની માએ જણાવ્યું કે, મારી પુત્રીએ પોતાનો ૨૦મો જન્મ દિવસ ઉજવવાનો પ્લાન બનાવ્યો હતો. અમને પણ બોલાવ્યા હતા. તે તેના બર્થડેને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. શહાનાની મૃત્યુ બાદ તેના નજીકના લોકો અને ફેન્સને એક્ટ્રેસના મોતનો આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ સામે આવી રહી છે જેમાં કેટલાક મિત્રો તેમની સાથેની અંતિમ મુલાકાતનો ઉલ્લેખ કરી રહ્યા છે તો કેટલાક ચેટના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.