પઠાણ ફિલ્મમાં દીપિકાની ભગવા બિકીની આવતા જ થિયેટરમાં મોટો હંગામો, મારપીટ થતાં લોકો ફિલ્મ અધુરી મૂકીને ભાગ્યા

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

પઠાણ ફિલ્મને લઈને બરેલીના એક મોલમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લડાઈને કારણે આખા મોલમાં હંગામો મચી ગયો હતો અને સર્વત્ર હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સંપૂર્ણ બળ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી.

મળતી માહિતી મુજબ બરેલીના એક મોલમાં પઠાણ ફિલ્મ પણ ચાલી રહી હતી. દીપિકાની ભગવા બિકીનીમાં ‘બેશરમ’ ગીત આવતાની સાથે જ કેટલાક તોફાની તત્વોએ અજીબ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું અને મોબાઈલથી ફિલ્મનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું. સિનેમા હોલના સ્ટાફે વીડિયો બનાવવાનું બંધ કરી દીધું અને કહ્યું કે તે નિયમોની વિરુદ્ધ છે. આ બાબતે બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી.

ઘણા લોકોને લીધા કસ્ટડીમાં

હંગામાની જાણ થતાં ઇઝતનગર પોલીસ દળ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને કેટલાક લોકોની અટકાયત કરી હતી, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સિનેમા હોલમાં તહેનાત બાઉન્સરોએ એક યુવકને માર માર્યો અને તેના કપડા ફાડી નાખ્યા.

પોલીસ સીસીટીવીના આધારે આરોપી યુવકોની ઓળખ કરી રહી છે. ઈજ્જતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ શ્રીવાસ્તવનું કહેવું છે કે સિનેમા હોલમાં મારપીટ કરનારા યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘણા છોકરાઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે કેટલાક છોકરાઓની પણ ઓળખ કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘણા રાજ્યોમાં વિરોધ:

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાણ બુધવારે દેશભરમાં રિલીઝ થઈ હતી. વિવાદ અને વિરોધ વચ્ચે, દર્શકોની ભીડ સિનેમા હોલમાં ઉમટી રહી છે. સિનેમા ઘરોમાં એડવાન્સ બુકિંગ ચાલુ છે.

ગૌતમ અદાણીને એક જ દિવસમાં થયું એટલા હજારો કરોડનું નુકસાન કે આખું પાકિસ્તાન 2 મહિના ઘરે બેઠું બેઠું ખાઈ શકે

કોહલીએ કરોડોની કાર તો ધોનીએ લાખોની બાઈક… KL રાહુલને લગ્નમાં મળી ક્રિકેટરો તરફથી મોંઘી મોંઘી વેડિંગ ગિફ્ટ

ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમારે 2000 રૂપિયાનો મેમો ફાટી જશે! આજે જાણી લો નવા નિયમો

બિહારના ભાગલપુરથી લઈને મધ્યપ્રદેશના ઈન્દોર અને ગ્વાલિયર, છત્તીસગઢના દુર્ગ, બિલાસપુર અને રાયપુર, રાજસ્થાનના જયપુર અને કર્ણાટકના બેંગલુરુ સુધી વિરોધની જ્વાળાઓ પહોંચી હતી. મુંબઈ અને કાનપુર જેવા અનેક શહેરોમાં સુરક્ષા ચુસ્ત રહી હતી. કેટલીક જગ્યાએ પોસ્ટરો ફાડીને સળગાવવામાં આવ્યા હતા અને કેટલીક જગ્યાએ થિયેટરોની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલટું ઘણી જગ્યાએ શાહરૂખ ખાનના ચાહકોએ અલગ અલગ રીતે ફિલ્મની ઉજવણી કરી હતી. પરંતુ આ હંગામો માત્ર પઠાણ પૂરતો સીમિત ન હતો.


Share this Article
Leave a comment