‘બોલિવૂડ પ્લાસ્ટિક છે’: પ્રકાશ રાજનો હિન્દી સિનેમા પર આકરો પ્રહાર: સાઉથની ફિલ્મોને ગણાવી સર્વશ્રેષ્ઠ

Lok Patrika
By Lok Patrika

Bollywood News: પ્રકાશ રાજ પોતે ધારદાર નિવેદનો આપવા માટે જાણીતા છે અને આ વખતે તેમણે સીધું બોલિવૂડ પર નિશાન સાધ્યું છે. ફિલ્મી દુનિયાના આ ‘દિગ્ગજ વિલન’ અને ટેલેન્ટેડ એક્ટરના નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.જાણો એવું તો એમને શું નિવેદન આપ્યું છે.


ભારતીય સિનેમાના પાવરહાઉસ ગણાતા પ્રકાશ રાજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એક એવું નિવેદન આપ્યું છે જેણે બી-ટાઉનમાં ચર્ચા જગાવી છે. છેલ્લા 38 વર્ષોથી પાંચ ભાષાઓમાં પોતાની એક્ટિંગનો જાદુ વિખેરનાર પ્રકાશ રાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હિન્દી સિનેમા હવે તેની જડો ખોઈ બેઠું છે, અહીં બધું ચમકતું દેખાય છે પણ તે ‘પ્લાસ્ટિક’ જેવું નકલી છે.”

કેમ નારાજ છે સિંઘમનો ‘જયકાંત શિકરે’?
એક ફેસ્ટીવલમાં ઉપસ્થિત પ્રકાશ રાજે જણાવ્યું કે મલ્ટિપ્લેક્સ કલ્ચર આવ્યા પછી બોલિવૂડ માત્ર દેખાડામાં રચ્યુંપચ્યું રહે છે. તેમણે બોલિવૂડની સરખામણી ‘મેડમ તુસાદ’ના વેક્સ સ્ટેચ્યુ (મીણના પૂતળા) સાથે કરી છે. તેમના મતે, હિન્દી ફિલ્મો હવે રાજસ્થાન કે બિહારના ગામડાની અસલી વાર્તાઓથી દૂર થઈ ગઈ છે અને માત્ર ‘પેજ-3’ અને ગ્લેમર સુધી સીમિત રહી ગઈ છે.

સાઉથ વર્સિસ બોલિવૂડ: વાર્તાનો જંગ
પ્રકાશ રાજે તમિલ અને મલયાલમ સિનેમાના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતની ફિલ્મોમાં આજે પણ માટીની સુગંધ છે અને ત્યાંના યુવા દિગ્દર્શકો દલિત મુદ્દાઓ અને સામાજિક વાસ્તવિકતા પર મજબૂત ફિલ્મો બનાવી રહ્યા છે. તેમણે 1977ની ‘અમર અકબર એન્થોની’નું ઉદાહરણ આપીને યાદ અપાવ્યું કે એક સમયે હિન્દી સિનેમા પણ ધર્મનિરપેક્ષ મૂલ્યો સાથે જોડાયેલું હતું, જે અત્યારે માત્ર આત્મ-પ્રચાર અને રીલ્સમાં ખોવાઈ ગયું છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly