અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી ફરી એકવાર રોક કરવા માટે તૈયાર છે. પુષ્પા બાદ હવે પુષ્પા 2 રિલીઝ થવા જઇ રહી છે અને આ ફિલ્મને લઇને ખૂબ જ જોરદાર ચર્ચા છે. પુષ્પા 2નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ જોરદાર બિઝનેસ કરી ચૂકી છે. એવું લાગી રહ્યું છે કે પુષ્પા 2 બોક્સ ઓફિસ પર પૈસાની સુનામી લાવી શકે છે. પુષ્પા 2એ એડવાન્સ બુકિંગ સાથે જોરદાર બિઝનેસ કર્યો છે. પુષ્પા 2ની રિલીઝને હજુ 4 દિવસ બાકી છે, પરંતુ તેણે કરોડોમાં રમવાનું શરૂ કરી દીધું છે.
કેટલું એડવાન્સ બુકિંગ?
2 ડિસેમ્બર, સોમવારે સવારે 10 વાગ્યા સુધી પુષ્પા 2: માટે તેલુગુ 2-ડી સ્ક્રીનિંગ માટે સૌથી વધુ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેની કમાણી 10 કરોડ રૂપિયાથી વધુ છે. 2,774 શો સાથે તેણે અત્યાર સુધીમાં 2,77,542 ટિકિટોનું વેચાણ કર્યું છે. વાત કરીએ તો, પુષ્પા 2 નું હિન્દી કલેક્શન, જેમાં 2ડી અને 3ડી સ્ક્રીનિંગનો સમાવેશ થાય છે, તે 7 કરોડ રૂપિયા અને 2.5 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત, દેશભરમાંથી તમિલ, કન્નડ અને મલયાલમ સ્ક્રીનિંગના કલેક્શન સાથે, ફિલ્મનું વર્તમાન એડવાન્સ બુકિંગ 22.22 કરોડ રૂપિયા (બ્લોક ટિકિટ વિના) અને 31.57 કરોડ રૂપિયા (બ્લોક ટિકિટ વિના) સુધી પહોંચી ગયું છે.
પુષ્પા 2: બાહુબલીને આપશે ટક્કર?
પુષ્પા 2ને લઈને જોરદાર ઉત્સાહના કારણે આ ફિલ્મની તુલના બાહુબલી 2ની સફળતા સાથે થવા લાગી છે. બાહુબલી 2એ 2017માં 6.5 લાખ ટિકિટ વેચીને રેકોર્ડ બનાવ્યો હતો. દરમિયાન, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત દક્ષિણનાં રાજ્યોમાં સિંગલ સ્ક્રીન પર ભારે ભીડ જોવા મળી રહી છે. તેલુગુ સંસ્કરણની માંગ સાતમા આકાશ તરફ આગળ વધી રહી છે.
પુષ્પા 2: બજેટ કેટલું છે?
રિપોર્ટ્સ અનુસાર પુષ્પા 2નું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે. આ ફિલ્મની સિક્વલ વર્ષ 2021માં આવી હતી અને તે માત્ર 150 કરોડના બજેટમાં તૈયાર થઇ ગઇ હતી. આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 350 કરોડ હતું. પુષ્પા 2નું દિગ્દર્શન સુકુમારે કર્યું છે. ફહાદ ફાસિલ અલ્લુ અર્જુન અને રશ્મિકા સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો જોવા મળશે.
પુષ્પા 2: ઓટીટી રિલીઝ?
પુષ્પા ૨ થિયેટરોમાં તેની સફર પૂર્ણ કર્યા પછી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સે પુષ્પા 2ને લગભગ 275 કરોડમાં ખરીદી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
પુષ્પા 2: સ્ટાર કાસ્ટ?
સુકુમાર દિગ્દર્શિત પુષ્પા 2 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે. જ્યારે અલ્લુ અર્જુન પુષ્પરાજ તરીકે પુનરાગમન કરી રહ્યો છે, ત્યારે રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પણ આ ફિલ્મમાં શ્રીવલ્લી અને શેખાવત તરીકેની તેમની ભૂમિકાઓને ફરીથી રજૂ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) તરફથી યુ/એ સર્ટિફિકેટ મળ્યું હતું. પટનાના ગાંધી મેદાનમાં ભારે ભીડ વચ્ચે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.