Parniti Chopara: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં મધરહુડ એન્જોય કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર ‘નીર’ના રૂમનો અદભૂત વીડિયો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.
રાઘવ ચઢ્ઢાના સ્ટડી રૂમમાં બની નીરની દુનિયા
પરિણીતી ચોપરાએ તાજેતરમાં તેના યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે જે રૂમ પહેલા તેના પતિ રાઘવ ચઢ્ઢાનો સ્ટડી રૂમ હતો, તેને હવે નીરની સુંદર નર્સરીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પરિણીતી કહે છે કે તે હવે પોતાનો 99.9% સમય આ રૂમમાં જ વિતાવે છે. આ રૂમ માત્ર એક દીવાલ નથી, પણ નીરની એક નાનકડી અને પવિત્ર દુનિયા છે.

ઝેન અને વિન્ટેજ થીમ પર ડેકોરેશન
નર્સરીની ડિઝાઇન વિશે વાત કરતા પરિણીતીએ જણાવ્યું કે તે અને રાઘવ બંને રૂમમાં ‘ઝેન’ (Zen) વાઇબ્સ અને બુદ્ધની શાંત ઊર્જા ઈચ્છતા હતા. રૂમમાં આછા રંગો (Light shades), બેજ કલરનું પારણું અને સફેદ પેનલવાળી દીવાલો રાખવામાં આવી છે. ફ્લોર પર પર્શિયન સ્ટાઇલનું કાર્પેટ અને વિન્ટેજ કારનું આર્ટવર્ક રૂમને ક્લાસિક લુક આપે છે. એક આકર્ષક આર્ચ આકારની કબાટ અને કેન લેમ્પ આ રૂમની સુંદરતામાં વધારો કરે છે.
રાઘવ ચઢ્ઢાએ આપ્યું ક્રેડિટ

વીડિયોના અંતમાં રાઘવ ચઢ્ઢા પણ જોવા મળે છે. તેણે આ સુંદર રૂમનો આખો શ્રેય પરિણીતીના વિઝનને આપ્યો છે. પરિણીતીએ આ રૂમને પોતાનું ‘સેન્ચ્યુરી’ (Sanctuary) એટલે કે આશ્રયસ્થાન ગણાવ્યું છે. દંપતીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં નીરનું સ્વાગત કર્યું હતું.
પરિણીતીનું વર્કફ્રન્ટ
ફિલ્મોની વાત કરીએ તો, પરિણીતી હવે તેના OTT ડેબ્યુ માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સની મિસ્ટ્રી થ્રિલર સિરીઝ ‘તલાશ: એ મધર્સ સર્ચ’ માં જોવા મળશે. અગાઉ તેણે ‘અમર સિંહ ચમકીલા’માં શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.