બોલિવુડના શોમેન એટલે કે રાજ કપૂરે ભારતીય સિનેમા પર પોતાની અમીટ છાપ છોડી છે, જે સુપરહિટ ફિલ્મો સાથે દર્શકોમાં ગુંજતી રહે છે. તેમની ૧૦૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં તેમનો પરિવાર ભારતના ૪૦ શહેરો અને ૧૩૫ સિનેમાઘરોમાં તેમની ૧૦ પ્રતિષ્ઠિત ફિલ્મોનું પ્રદર્શન કરીને એક ભવ્ય સમારોહની તૈયારી કરી રહ્યો છે, જે પીવીઆર-આઈનોક્ષ અને સિનેપોલિસ સિનેમા જેવા અત્યાધુનિક સ્થળો પર થશે, જે દર્શકોને જૂના સિનેમાના સમય
રાજ કપૂરે પૂરા કર્યા 100 વર્ષ
કપૂર પરિવાર અને હિન્દી સિનેમા માટે ઉજવણીનો સમય આવી ગયો છે કારણ કે ‘શોમેન’ રાજ કપૂરે ૧૦૦ વર્ષ પૂરા કર્યા છે. રાજ કપૂરની અનેક ફિલ્મો ફરી થી થિયેટરોમાં રિલીઝ થઈ રહી હોવાથી કપૂર પરિવારે આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. રણબીરે પોતાના દાદા રાજ કપૂરની ફિલ્મોને પુન:સ્થાપિત કરવા માટે એનએફડીસી, એનએફએઆઈ, તેના કાકા કુણાલ કપૂર અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે પણ હાથ મિલાવ્યા છે. “અમે અત્યાર સુધીમાં ૧૦ ફિલ્મો કરી છે અને અમારે ઘણું બધું કરવાનું બાકી છે. હું આશા રાખું છું કે તમે લોકો તેનું કામ જોશો, કારણ કે ઘણા લોકો એવા છે જેમણે તેનું કામ જોયું નથી. ‘
નરેન્દ્ર મોદીને મળ્યા પરિવાર
દરમિયાન હવે કપૂર પરિવાર આ ભવ્ય અવસરની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યો છે. કરીના કપૂર ખાન સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નીતુ કપૂર અને કરિશ્મા કપૂર સાથે કાલિનાના પ્રાઇવેટ એરપોર્ટ પર જોવા મળી હતી. રાજ કપૂરની 100મી વર્ષગાંઠ નિમિત્તે તેઓ વડાપ્રધાનને મળવા દિલ્હી જવા રવાના થયા હતા.
એરપોર્ટ પર દેખાયો પરિવાર
તે બધા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નીતુ અને કરિશ્મા આઇવરી અનારકલીમાં જોવા મળ્યા. આ દરમિયાન કરીનાએ ફ્લોરલ પ્રિન્ટવાળો લાલ કુર્તો સેટ પહેર્યો હતો. સૈફ હંમેશાની જેમ કુર્તો પાયજામા અને વેસ્ટકોટમાં ઘણા હેન્ડસમ લાગી રહ્યા હતા. રણબીર અને આલિયાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી, રણબીરએ કોર્ટ-સેટ પહેર્યો હતો અને આલિયાએ લાલ સાડી પહેરી હતી. નીતુ કપૂરે સફેદ અનારકલી પસંદ કર્યો અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. આદર જૈન, અનીસા મલ્હોત્રા સાથે આદરના પિતા મનોજ જૈન પણ પ્રવાસ પર નીકળ્યા.
અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘાયલ, ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત
નાસ્ત્રેદમસે વર્ષ 2025 માટે કરી પાંચ ભવિષ્યવાણી, જાણો નવા વર્ષમાં શું થવાનું છે.
રાજ કપૂરની ફિલ્મો દર્શકો ક્યારે જોઈ શકે છે?
13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી એક ફેસ્ટિવલ યોજાશે, જેમાં રાજ કપૂરની ફેમસ ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે. રણબીરે આગળ સમજાવ્યું કે તેઓ આવું કેમ કરી રહ્યા છે. “મને યાદ છે કે જ્યારે હું આલિયા ભટ્ટને પહેલી વાર મળ્યો હતો, ત્યારે તેણે મને પૂછ્યું હતું, ‘કિશોર કુમાર કોણ છે?’ લોકો ભૂલી જાય છે અને પછી નવા કલાકારો આવે છે એટલે મને લાગે છે કે આપણે આપણાં મૂળિયાં યાદ રાખીએ એ ખૂબ જરૂરી છે. માત્ર રાજ કપૂર જ નહીં, એવા ઘણા ફિલ્મ સર્જકો અને કલાકારો છે જેને આપણે સતત ઊજવતા રહેવું જોઇએ. ‘