Bollywood NEWS: વર્ષ 2023 દેઓલ પરિવારના નામે હતું. જ્યારે ધર્મેન્દ્રએ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં સનસનાટી મચાવી હતી, તો સની દેઓલની ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ પછી બોબી દેઓલે ‘એનિમલ’માં અબરારના રોલમાં તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. દેઓલ ભાઈઓ હવે નેટફ્લિક્સ પર કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના આગામી એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે. મેકર્સે મંગળવારે આગામી એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં કપિલ શર્મા અને તેની ટીમ સની અને બોબી સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. આ દરમિયાન સની અને બોબી ભાવુક થતા પણ જોવા મળે છે.
‘ધ ગ્રેટ કપિલ શો’માં ભાવુક થયા સની-બોબી
વાસ્તવમાં શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના ટીઝરમાં સની કહેતો જોવા મળી રહ્યો છે કે તેના પરિવાર માટે કેટલું સારું વર્ષ રહ્યું છે. તે કહે છે, “તે 1960થી લાઈમલાઈટમાં છે અને ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કોઈક રીતે કેટલીક વસ્તુઓ થઈ રહી ન હતી. મારા દીકરાના લગ્ન થયા, એ પછી ‘ગદર’ આવી, એ પહેલાં મારા પિતાની ફિલ્મ આવી.. હું માની જ ન શક્યો કે ભગવાન ક્યાંથી આવ્યાં. જે બાદ એનિમલ આવી અને એ પણ સુપરહિટ… આ સાંભળીને બોબી દેઓલ ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.
કેવો છે સનીનો તેના પિતા સાથે સંબંધ?
આ દરમિયાન સનીએ તેના પિતા સાથેના સંબંધો વિશે પણ માહિતી આપી અને કહ્યું, “મારા પિતા મને તેમની સાથે બેસીને મિત્રની જેમ વાત કરવાનું કહે છે. હું તેમને કહું છું કે જ્યારે હું તમારી સાથે મિત્રની જેમ વાત કરું છું, ત્યારે તમે પિતાની જેમ વર્તન કરવાનું શરૂ કરો છો. આ દરમિયાન બોબી દેઓલે પણ મજાકમાં કહ્યું કે દેઓલ ખૂબ જ રોમેન્ટિક છે. તેણે કહ્યું, ‘અમારું હૃદય ભરાતું નથી.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
‘ધ ગ્રેટ કપિલ શો’માં સની-બોબીએ ધૂમ મચાવી
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે દેઓલ ભાઈ પણ શોમાં ખૂબ હસતા જોવા મળશે. આ દરમિયાન કૃષ્ણા અભિષેક એનિમલમાં બોબીના પાત્ર અબરારના લૂકમાં જોવા મળશે. દર્શકોને સની દેઓલ અને સુનીલ ગ્રોવર વચ્ચેની મજેદાર પળોની ઝલક જોવા મળશે, જેમાં ગ્રોવર એન્જિનિયર ચુમ્બક મિત્તલની ભૂમિકા ભજવતો જોવા મળશે.