તૈમૂરને ખંભે ઊંધો લટકાવીને જાહેરમા સૈફે-કરીના કરવા લાગ્યા રોમાંસ, કપલનો કિસીંગ સીન વાયરલ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

બોલિવૂડના લવ બર્ડ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ માનવામાં આવે છે. બંને ઘણીવાર ચાહકોને પ્રેમના ગોલ આપે છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ઘણીવાર તેમના આખા પરિવાર સાથે જોવા મળે છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ દરમિયાન બંનેની આવી તસવીર સામે આવી છે જેમાં તેઓ જાહેરમાં એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ઘણીવાર તેમના બે બાળકો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે જોવા મળે છે. બંને આજકાલ પોતપોતાની અંગત જીવન પર ધ્યાન આપી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક રોમેન્ટિક તસવીરો સામે આવી છે. જેમાં સૈફ અલી ખાન તેની પત્ની કરીનાને રસ્તા વચ્ચે જાહેરમાં કિસ કરતો જોવા મળ્યો હતો.

આ તસવીરોમા સૈફ અલી ખાન ઘરની બહાર નીકળી રહ્યો હતો. ત્યારે કરીના કપૂરે તેને રસ્તા વચ્ચે રોક્યો અને ગાલ પર મીઠી કિસ કરી. થોડા સમય પછી સૈફ અલી ખાન આગળ વધે છે. પરંતુ આ તસવીરમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર કરીના કપૂરનો મોટો પુત્ર તૈમૂર છે.

ફોટોમાં જોઈ શકાય છે કે જ્યાં એક તરફ સૈફ અલી ખાન કરીના કપૂરને કિસ કરી રહ્યો છે અને તૈમુર અલી ખાનને ખભા પર બેસાડ્યો છે. ફોટોમાં તૈમુરે ફોન હાથમાં લીધો છે. આ ફોટો જોઈને ફેન્સનું હસવાનું રોકાઈ રહ્યું નથી અને સતત ફેન્સ તેના પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. કપલની આ તસવીરોમાં કેટલાક યુઝર્સે લખ્યું કે, ‘આને કહેવાય સંસ્કાર જ્યારે તમે રોમાંસ કરો છો, તો બાળકોને દૂર રાખો’.

અન્ય એક યુઝરે લખ્યું કે, ‘શું ઘરમાં આ માટે ઓછી જગ્યા હતી?’  કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલમાં પોતાના બાળકો સાથે સમય વિતાવી રહ્યા છે. બંને પાસે હજુ સુધી કોઈ પ્રોજેક્ટ નથી. જ્યારે કરીના કપૂર ખાન છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળી હતી. તો સૈફ અલી ખાનની છેલ્લી ફિલ્મ વિક્રમ વેધા હતી. જેમાં તેની સાથે રિતિક રોશન પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો.


Share this Article