Bollywood News: બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ નવી વાત નથી. ઘણી અભિનેત્રીઓએ બી-ટાઉનનું આ કાળું સત્ય ઉજાગર કર્યું છે, ગ્લેમરના ગ્લેમર પાછળ ઘણી અભિનેત્રીઓને કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડ્યું હતું જ્યારે તેઓને ફિલ્મોમાં રોલના બદલામાં ડિરેક્ટર સાથે સૂવા અથવા ખરાબ કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. જોકે, ઘણી અભિનેત્રીઓએ તેનો વિરોધ કર્યો છે અને તેની સામે અવાજ પણ ઉઠાવ્યો છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી મંદાના કરીમીએ પણ એકવાર ખુલાસો કર્યો હતો કે ઓડિશન દરમિયાન એક નિર્દેશકે તેની સાથે અશ્લીલ હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો.
મંદાના કરીમીએ સાજિદ ખાન પર આરોપ લગાવ્યો
હકીકતમાં, 2018 માં જ્યારે MeToo (#MeToo) મુવમેન્ટે વેગ પકડ્યો, ત્યારે મંદાનાએ ફિલ્મ મેકર સાજિદ ખાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન મંદાનાએ ખુલાસો કર્યો હતો કે તેને 2014ની ફિલ્મ ‘હમશકલ્સ’માં રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને આ સંબંધમાં તે સાજિદ ખાનની ઓફિસ ગઈ હતી અને તેણે તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.
મંદન્નાએ કહ્યું હતું કે, “સાજિદ ખાનની હમશકલ્સ માટે કાસ્ટિંગ સ્ટેજ પર મારી વાતચીત ચાલી રહી હતી. હું અને મારા મેનેજર તેમની ઑફિસમાં ગયા હતા. નિર્માતા વાશુ ભગનાનીને મળ્યા પછી, હું સાજિદ સાથે એક રૂમમાં હતી. તેણે કહ્યું, ‘સુંદર તસવીરો.. પરંતુ તારે તારા કપડાં ઉતારવા પડશે, જો હું જે જોઉં છું તે મને ગમતું હશે તો તમને આ રોલ મળી શકે છે.” મંદાનાએ કહ્યું હતું કે તે સાજિદના આ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
Me Tooના આરોપોમાં ફસાયેલા સાજિદ ખાનને બિગ બોસ 16માં એન્ટ્રી આપવામાં આવતા ભારે હોબાળો થયો હતો. એક ઈન્ટરવ્યુમાં મંદાના કરીમીએ સાજીદ ખાનને બિગ બોસ 16માં કાસ્ટ કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે હવે એવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતી નથી જ્યાં મહિલાઓનું સન્માન નથી થતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું બોલિવૂડમાં કામ કરવા માંગતી નથી કારણ કે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓનું કોઈ સન્માન નથી.”
બિગ બોસ 9ની સ્પર્ધક મંદાના કરીમીએ માર્ચ 2017માં બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ માત્ર ત્રણ મહિનામાં જ તેમના લગ્નજીવનમાં તિરાડ પડી ગઈ હતી. અભિનેત્રીએ જુલાઈ 2017માં તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ઈરાનના તેહરાનમાં જન્મેલી મંદાના કરીમી એર હોસ્ટેસ હતી. પછી તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો. મંદાનાએ શાહરૂખ ખાન, સૈફ અલી ખાન સાથે ટીવી જાહેરાતો પણ કરી હતી. અભિનેત્રીએ ‘રોય’, ‘ક્યા કૂલ હૈં હમ 3’ અને ‘મેં ઔર ચાર્લ્સ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. મંદાના સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ની 9મી સીઝનમાં પણ સ્પર્ધક તરીકે જોવા મળી હતી.