લક્ઝરી કારનો ‘ખજાનો’, શાહરૂખની માલિકીની સૌથી સસ્તી અને સૌથી મોંઘી કાર કઈ છે? જાણો કુલ કેટલી કાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

SRK Car Collection : પઠાણ બાદ હવે શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ચાહકોની નજર તેની આગામી ફિલ્મ ડંકી પર ટકેલી છે. જો અહેવાલોનું માનીએ તો, ફિલ્મ નિર્માતા આજે શાહરૂખ ખાન (SRK Birthday)ના જન્મદિવસના અવસર પર ડંકીનું ટીઝર રિલીઝ કરી શકે છે. આજે શાહરૂખ ખાનના (Shah Rukh Khan) 58માં જન્મદિવસ પર અમે તમને કિંગ ખાન વિશે ખાસ જાણકારી આપવાના છીએ. શું તમે જાણો છો કે કરોડો ચાર્જ કરનારા કિંગ ખાન પાસે કારનો સ્ટોક છે અથવા એસઆરકેના કાર કલેક્શનમાં સૌથી સસ્તી અને મોંઘી કાર કઈ છે?

 

રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપે

શું તમે જાણો છો કે કિંગ ખાન પાસે રોલ્સ રોયસ કંપનીની એક નહીં પરંતુ બે લક્ઝરી કાર છે. શાહરૂખ ખાનના ગેરેજમાં પાર્ક કરેલી આ કારની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. એન્જિનની વાત કરીએ તો આ કારમાં 6.8 લીટર વી12 એન્જિન આપવામાં આવ્યું છે જે 459 એચપી પાવર અને 750 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પઠાણ ફિલ્મની સફળતા બાદ એસઆરકેએ આ કારને પોતાના કાર કલેક્શનમાં સામેલ કરી હતી. અહેવાલો અનુસાર શાહરૂખ ખાને આ કાર ખરીદવા માટે લગભગ 10 કરોડ (ઓન-રોડ) ખર્ચ કર્યા છે.

 

 

સૌથી મોંઘી કાર: બુગાટી વેયરોન

કિંગ ખાનની કાર કલેક્શનમાં આ કાર સૌથી મોંઘી હોવાનું કહેવાય છે, રિપોર્ટ્સ અનુસાર આ કારની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આ કારની ખાસ વાત એ છે કે 2.5 સેકન્ડમાં આ કાર 0 થી 100ની સ્પીડ પકડી લે છે અને આ કારની ટોપ સ્પીડ 400 કિમી પ્રતિ કલાકની છે.

સૌથી સસ્તી કાર: મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ એસ 350

કિંગ ખાન ઘણી વખત આ કાર સાથે જોવા મળ્યા છે, રિપોર્ટ્સ અનુસાર, આ કારની કિંમત લગભગ 1 કરોડ 60 લાખ છે. 3.0 લિટર 6 સિલિન્ડર એન્જિન 282HP પાવર અને 600Nm ટોર્ક જનરેટ કરે છે.

 

શનિ અને શુક્ર બનાવશે ખાસ યોગ, દિવાળી પહેલાં જ 6 રાશિના લોકો કરોડપતિ બની જશે! જ્યોતિષી પાસેથી જાણો બધું

રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!

દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા

 

BMW i8

રિપોર્ટ્સ અનુસાર, આ એક પ્લગ-ઇન હાઇબ્રિડ સ્પોર્ટ્સ કાર છે, જેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિનવાળી ઇલેક્ટ્રિક મોટર છે જે 560 એનએમ ટોર્ક અને 355 બીએચપી પાવર જનરેટ કરે છે.

 

 

 

 

 

 

 


Share this Article