વિદ્યા બાલને પોતાની એક્ટિંગથી બોલિવૂડમા પોતાનુ નામ બનાવ્યુ છે. ડર્ટી પિક્ચર હોય, પા, શકુંતલા દેવી વિદ્યા બાલને બતાવ્યું છે કે તે તેની અભિનય કારકિર્દીમાં કોઈ તેને પહોચી શકે તેમ નથી. પોતાના દરેક પાત્રને ઈમાનદારીથી ભજવનાર વિદ્યા બાલનનું દરેક પાત્ર દર્શકોના મનમાં કાયમ રહે છે. કરણ જોહરે વિદ્યા બાલનને પૂછ્યું કે તેને બેડરૂમમાં કેવા પ્રકારની લાઇટિંગ ગમે છે, ચમકદાર કે માત્ર અંધારું? આના જવાબમાં વિદ્યા બાલને કહ્યું કે તેને બેડરૂમમાં ડિમ લાઇટ્સ રાખવી ગમે છે.
આ પછી કરણે પૂછ્યું કે તેને બેડરૂમમાં સૌથી વધુ શું ગમે છે, મીણબત્તી કે સંગીત? જેના પર વિદ્યા બાલને જવાબ આપ્યો કે તે બંનેને પસંદ કરે છે. બેડશીટ્સના પ્રશ્ન પર વિદ્યાએ જવાબ આપ્યો કે તેને કોટનની બેડશીટ્સ પસંદ છે. આ સાથે કરણ જોહરે વિદ્યા બાલનને એક ખૂબ જ અંગત પ્રશ્ન પૂછ્યો કે તેને પથારીમાં પડ્યા પછી ચોકલેટ ખાવી કે ગ્રીન ટી પીવી કે બીજા રાઉન્ડ માટે તૈયાર થયા પછી શું કરવું ગમે છે.
વિદ્યા બાલન આનો ફની જવાબ આપે છે અને કહે છે કે તેને સંબંધ બાંધ્યા પછી પાણી પીવું ગમે છે કારણ કે તેને તરસ લાગે છે. વિદ્યા બાલને અહીં દરેક સવાલનો જવાબ મુકતપણે આપ્યો હતો. નોંધનીય છે કે વિદ્યા બાલને અત્યાર સુધી અભિનયની દુનિયામાં ઘણા પ્રકારના પાત્રો કર્યા છે. તેના પાત્રો વિવિધ શૈલીના છે. પરંતુ જે પાત્રે દર્શકોને તેના પર દિવાના બનાવી દીધા તે ડર્ટી પિક્ચરનું પાત્ર છે.
આ ફિલ્મમાં સિલ્કનું પાત્ર ભજવીને સ્ક્રીન સામે આવેલી વિદ્યા બાલને ઘણા લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ પહેલા લોકોના મનમાં જે આકર્ષણ હતું તે હવે અદૃશ્ય થઈ ગયું છે. આ જ કારણ હતું કે તે સમય દરમિયાન આ ફિલ્મ જબરદસ્ત સાબિત થઈ હતી.