Sidhdharth Malhotra: કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ના ફર્સ્ટ લૂક પર સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સિદ્ધાર્થે પોતાની પત્નીને પ્રેમથી એક ખાસ ક્યૂટ નામથી બોલાવીને ફેન્સનું દિલ જીતી લીધું છે. જાણો, આલિયા કે કિયારા નહીં, પણ સિદ્ધાર્થ તેની ‘ધર્મપત્ની’ને કયા હુલામણા નામથી બોલાવે છે.
‘ન્યૂ મોમ’ કિયારા અડવાણી આગામી ફિલ્મને લઈને ચર્ચામાં
કિયારા હવે સુપરસ્ટાર યશ સાથે આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ રવિવાર, 21 ડિસેમ્બર 2025 ના રોજ ફિલ્મમાંથી કિયારા અડવાણીનો ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કર્યો છે, જેમાં કિયારા ‘નેવર સીન બીફોર’ લૂકમાં જોવા મળી રહી છે. કિયારાના આ ફર્સ્ટ લૂકથી તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. કિયારાના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ‘ટોક્સિક’માંથી તેનો ફર્સ્ટ લૂક પોસ્ટર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે, જેની સાથે તેમણે તે નામનો પણ ખુલાસો કર્યો છે જેનાથી તે પોતાની ધર્મપત્નીને બોલાવે છે.
સિદ્ધાર્થ કિયારાને આ નામથી બોલાવે છે
આમ તો કિયારા અડવાણીના બે નામ છે. તેનું અસલી નામ આલિયા અડવાણી છે, પરંતુ ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે કિયારા નામ પસંદ કર્યું, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ ત્યાં સુધીમાં પોતાનું અલગ સ્થાન બનાવી ચૂકી હતી. જોકે, કિયારા હજુ પણ સત્તાવાર રીતે આ જ નામનો ઉપયોગ કરે છે અને તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાં પણ તે ‘આલિયા’ નામને મિડલ નેમ તરીકે વાપરે છે. પરંતુ, સિદ્ધાર્થ તેને કિયારા કે આલિયા કહીને નથી બોલાવતા, પણ પ્રેમથી પોતાની વાઈફીને ‘Ki’ (કી) કહીને બોલાવે છે, જે કિયારાના નામનો ટૂંકો અક્ષર છે.
સિદ્ધાર્થે કર્યા કિયારાના વખાણ
સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર કિયારાનો ‘ટોક્સિક’ ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે “મને ખબર છે કે આની પાછળ કેટલી મહેનત લાગી છે… આના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું Ki!… ખૂબ ખૂબ પ્રેમ.” કિયારાએ પણ સિદ્ધાર્થની આ પોસ્ટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી શેર કરી છે.
કન્નડ એક્શન થ્રિલરમાં મુખ્ય ભૂમિકામાં
જણાવી દઈએ કે, ગીતુ મોહનદાસની કન્નડ એક્શન થ્રિલર ફિલ્મમાં યશની સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. 21 ડિસેમ્બરે ફિલ્મમાંથી કિયારાનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો, જેની સાથે જ ખુલાસો થયો કે ફિલ્મમાં તેના પાત્રનું નામ ‘નાદિયા’ હશે. આ પોસ્ટરમાં કિયારા એક મોટા થિયેટર જેવા સ્ટેજ પર ઉભેલી જોવા મળે છે. તેણે ઓફ-શોલ્ડર બ્લુ-બ્લેક, થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે અને તેની આંખોમાં આંસુ છે. પોસ્ટરમાં ફ્લોર પર રંગીન કાગળના ટુકડાઓ વેરવિખેર દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં અન્ય કલાકારો પણ નજરે પડે છે. આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
‘ટોક્સિક’ના સ્ટાર કાસ્ટ
‘ટોક્સિક’નું લેખન અને નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મમાં યશ અને કિયારા અડવાણીની સાથે તારા સુતારિયા, હુમા કુરેશી, રુક્મિણી વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર સહિતના અનેક જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, ‘ટોક્સિક’ ફિલ્મનું નિર્માણ KVN પ્રોડક્શન્સ અને યશના બેનર ‘મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ’ દ્વારા કરવામાં આવ્યું છે.