Bollywood News: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ ‘સ્ત્રી 2: સરકટે કા ટેરર’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જબરદસ્ત ઓપનિંગ કર્યા બાદ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી છે. ‘સ્ત્રી 2’ની સાથે અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ અને જોન અબ્રાહમ-શર્વરી વાઘની ફિલ્મ ‘વેદા’ રિલીઝ થઈ હતી, પરંતુ ‘સ્ત્રી 2’એ તેમને કમાણીના મામલામાં ખૂબ પાછળ છોડી દીધા છે.
રિપોર્ટ અનુસાર ‘સ્ત્રી 2’ એ ચોથા દિવસે પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મે રિલીઝ થયા બાદ પહેલા રવિવારે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 51.8 કરોડ રૂપિયાના બિઝનેસ સાથે શરૂઆત કરી હતી. ફિલ્મે બીજા દિવસે 31.4 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 43.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 190.55 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
‘સ્ત્રી 2’ની કમાણીને લોંગ વીકએન્ડથી જબરદસ્ત ફાયદો થતો જણાય છે. આજે ફિલ્મનો પહેલો સોમવાર ટેસ્ટ છે, પરંતુ રજા હોવાના કારણે આજે પણ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સારી કમાણી કરે તેવી આશા છે.
હવે જો આપણે અક્ષય કુમાર, તાપસી પન્નુ, વાણી કપૂર સ્ટારર ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ વિશે વાત કરીએ, તો ‘સ્ત્રી 2’ સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. 5.05 કરોડથી શરૂ થયેલી આ ફિલ્મ 4 દિવસમાં માત્ર 13.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
જ્હોન અબ્રાહમ અને શર્વરી વાઘની ફિલ્મ ‘વેદા’ની હાલત પણ ‘ખેલ ખેલ મેં’ જેવી જ છે. ફિલ્મની શરૂઆત 6.3 કરોડ રૂપિયાથી થઈ હતી અને ચાર દિવસના શો બાદ ફિલ્મનું કુલ કલેક્શન 13.25 કરોડ રૂપિયા હતું. ગયા રવિવારે ફિલ્મે 2.7 કરોડનો બિઝનેસ કર્યો હતો.