છેલ્લા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રી નિશી સિંહના નિધનના આઘાતથી ચાહકો શમી શક્યા ન હતા કે હવે તમિલ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તમિલ અભિનેત્રી પૌલિન જેસિકા તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી છે. પાલિન દીપા તરીકે પણ જાણીતી હતી. અભિનેત્રીના આકસ્મિક મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. દીપાના મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું કહેવાય છે.
આ અભિનેત્રીની ઉંમર માત્ર 29 વર્ષની હતી. દીપાના આકસ્મિક મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. અહેવાલો અનુસાર અભિનેત્રીના જીવનમાં ઘણો તણાવ હતો અને તેના માતા-પિતા દીપાની સંમતિ વિના તેના લગ્ન કરાવવા ઈચ્છતા હતા. એવું માનવામાં આવે છે કે પ્રેમમાં સફળ ન થવાને કારણે દીપાએ આવુ ભયંકર પગલું ભર્યં હતું. દીપાનું આકસ્મિક મૃત્યુ કોઈ આઘાતથી ઓછું નથી. તપાસ એજન્સીઓ તેમના મૃત્યુની તપાસમાં લાગેલી છે. સમગ્ર મામલાની તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીનો મૃતદેહ તેમના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માહિતી મુજબ અભિનેત્રી દીપા કોઈ બીજાના પ્રેમમાં હતી. પરંતુ તેમનો પ્રેમ સફળ રહ્યો ન હતો જેના કારણે અભિનેત્રીએ આ ચોંકાવનારું પગલું ભર્યું છે.

દીપા ચેન્નાઈના મલ્લિકાઈ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. આ ફ્લેટમાં તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેને આત્મહત્યાનો મામલો કહેવામાં આવી રહ્યો છે. દીપાના આકસ્મિક મૃત્યુથી પરિવાર અને ચાહકોને આઘાત લાગ્યો છે. વૈદ્ય ફિલ્મમાં દીપાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અભિનેત્રીએ થુપ્પરીવલનમાં પણ સારું કામ કર્યું હતું. આટલું જ નહીં તે ભવિષ્યમાં ઘણા સારા પ્રોજેક્ટમાં પણ કામ કરવાની હતી.

દીપાનું અસલી નામ પૌલિન જેસિકા હતું. તેને સ્ટેજ પર દીપા તરીકે લોકપ્રિયતા મળી. આ બનાવ આપઘાતનો હોવાનું માની પોલીસે તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાઓના કારણે દીપાએ આ પગલું ભર્યું હોવાની વાતો બહાર આવી રહી છે.