2 અભિનેત્રી મોલમાં ગઈ અને પબ્લિકે કર્યો મોટો ડખો, લોકો અભિનેત્રીના શરીર પર ગમે ત્યાં સ્પર્શ કરવા લાગ્યા, પછી એવું એવું ખરાબ વર્તન કરવા લાગ્યા કે…

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

તાજેતરમાં મલયાલમ અભિનેતા શ્રીનાથ ભાસીની કેરળ પોલીસે મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર કરવા બદલ ધરપકડ કરી હતી. હવે કેરળમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બે પ્રખ્યાત અભિનેત્રીઓએ જણાવ્યું કે ફિલ્મ પ્રમોશન દરમિયાન તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી. આ દુર્વ્યવહાર પર એક અભિનેત્રીએ આરોપીને જોરદાર થપ્પડ પણ મારી હતી. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

આ સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મલયાલમ ફિલ્મોની અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની અને સાથી અભિનેત્રી સાથેની ઘટનાનો વિગતવાર ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે કેરળમાં તેની આગામી ફિલ્મ સેટરડે નાઈટના પ્રમોશન દરમિયાન તે કોઝિકોડના હાઈલાઈટ મોલમાં પહોંચી હતી. આ દરમિયાન બંને અભિનેત્રીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હાલ કેરળ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું અને મારી ટીમ અમારી આગામી ફિલ્મ સેટરડે નાઈટના સંબંધમાં કાલિકટના મોલમાં પહોંચ્યા. અહીં બધું બરાબર ચાલ્યું અને હું એ તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે અમને ખૂબ પ્રેમ આપ્યો. તે મોલમાં ઘણી ભીડ હતી અને તેના કારણે સુરક્ષા જવાનોને પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ ઈવેન્ટ પછી હું અને કો-સ્ટાર સ્થળ છોડીને જઈ રહ્યા હતા ત્યારે કેટલાક માણસોએ મારા સહકર્મી સાથે ખરાબ વર્તન કર્યું. પરંતુ ભીડને કારણે તે પ્રતિક્રિયા આપી શકી નહીં. પરંતુ થોડા સમય માટે મારી સાથે પણ આવું જ ગંદું કૃત્ય થયું, જેમાં મેં પણ પ્રતિક્રિયા આપી.

આગળ વાત કરતા તેણે કહ્યુ કે બધાએ વીડિયોમાં મારી પ્રતિક્રિયા જોઈ હશે. હું આશા રાખું છું કે કોઈએ આ પ્રકારનો આઘાત સહન ન કર્યો હોય. મને આશા છે કે મહિલાઓ સાથે બનતી આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અભિનેત્રીનો વીડિયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં તે એક પુરુષને થપ્પડ મારતી જોવા મળે છે. તેણે પોતે પણ તેની પોસ્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે.  હાઈલાઈટ મોલ આ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં રહ્યો છે. મિલન મુરલી ફેમ ટોવિનો થોમસ પણ થોડા મહિના પહેલા પોતાની ફિલ્મના પ્રમોશન માટે આ મોલમાં પહોંચ્યા હતા, પરંતુ તેમની ટીમને અહીં પહોંચતા અટકાવવામાં આવી હતી.


Share this Article