Bollywood News: લાંબા સમયથી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો દયાબેનની એન્ટ્રી માટે ઉત્સુક છે. નિર્માતાઓ વારંવાર દાવો કરે છે કે તેઓ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીને લાવી શકે છે, પરંતુ દરેક વખતે તેમનો દાવો માત્ર એક અફવા બનીને રહી જાય છે અને દર્શકો દાઢીએ હાથ દઈને રાહ જ જોયા કરે છે. પરંતુ હવે ફરી એકવાર શોના પ્લોટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દયાબેનની એન્ટ્રી થઈ શકે છે.
થયું એવું કે જેઠાલાલની હવે ધીરજ તૂટી ગઈ. તે દયાને લેવા તેના ખાસ મિત્ર મહેતા સાહેબ સાથે અમદાવાદ જઈ રહ્યો છે. તેણે પુત્ર ટપ્પુને પૂછીને ટિકિટ પણ બુક કરાવી છે. પરંતુ હવે કંઈક નવો જ ટ્વિસ્ટ આવ્યો છે. જેઠાલાલ પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે.
જેઠાલાલની ખુશીનો પાર ન રહ્યો
દરમિયાન સુંદરે જેઠાલાલને વચન આપ્યું હતું કે તે કાલે જ દયા સાથે મુંબઈ, ગોકુલધામ સોસાયટીમાં આવશે. હવે આ સાંભળીને જેઠાલાલ, ચંપક ચાચા અને ટપ્પુની ખુશીનો પાર ન રહ્યો. હવે સવાલ એ ઉઠે છે કે શું મેકર્સ દયાને પરત લાવશે કે પછી દર્શકોની ભાવનાઓ સાથે રમત રમશે.
એવી પણ શક્યતા છે કે મેકર્સ દયાબેનની જગ્યાએ કોઈ નવો ચહેરો લાવે, જો કે હજુ સુધી આવી માહિતી સામે આવી નથી.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
દિશા વાકાણી તરફથી કોઈ જવાબ નથી
દિશા વાકાણી આ શોનો જીવ છે. વર્ષ 2017માં તેણે શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો અને ત્યારથી તે પાછી ફરી નથી. આ દરમિયાન તે લાઈમલાઈટથી પણ દૂર છે. તે ન તો કોઈ પાર્ટીમાં આવે છે કે ન તો કોઈ કાર્યક્રમમાં. છેલ્લા 6 વર્ષથી તેના પુનરાગમનની રાહ જોઈ રહ્યા હતા. વચ્ચે, નિર્માતાઓએ દયાના પાત્ર માટે કેટલાક ઓડિશન પણ લીધા હતા પરંતુ કંઈ મેળ પડતો નથી.