વાહ ભાઈ વાહ, દરેક મહિલાને દર મહિને હવે 1000 રૂપિયા મળશે, કેજરીવાલે આ રાજ્યમાં કરી મોટી જાહેરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક રેલીને સંબોધિત કરતા મોટુ ચૂંટણી વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, જાે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની તો દરેક મહિલાને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પેન્શન સિવાય આ પૈસા મળશે. આ વિશ્વનું સૌથી મોટું મહિલા સશક્તિકરણ અભિયાન હશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, મારા વિરોધી કહેશે કે પૈસા ક્યાંથી આવશે? બસ પંજાબમામ માફિયા ખતમ કરવાના છે. પૈસા આવી જશે.

મુખ્યમંત્રી પ્લાન ખરીદે છે. મેં નથી ખરીદ્યું. મેં ટિકિટ ફ્રી કરી દીધી છે. કેજરીવાલ જે કહે છે તે કરે છે. આ ચૂંટણી પંજાબનું ભવિષ્ય બદલી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, આ વખતે પિતાજી કે પછી પતિ નહીં જણાવે કોને વોટ આપવાનો છે. પરંતુ મહિલાઓ નક્કી કરશે કે કોને મત આપવાનો છે. બધી મહિલાઓ ઘરમાં કહે કે આ વખતે, બસ એકવાર કેજરીવાલને તક આપીને જુઓ.

તેમણે કહ્યું કે, એક નકલી કેજરીવાલ ફરી રહ્યા છે. હું જે પણ વચન આપુ છું બે દિવસ બાદ તે પણ બોલી દે છે કારણ કે નકલી છે. મેં કહ્યું કે, વીજળી ફ્રી કરીશું તો કહે છે કે વીજળી ફ્રી કરી દીધી. અત્યારે લુધિયાણામાં ભાષણ ચાલી રહ્યું હતું. તેણે કહ્યું કે, ૪૦૦ યૂનિટ વીજળી ફ્રી કરી દીધી. જાે કોઈપણ વ્યક્તિનું બિલ શૂન્ય આવ્યું હોય તો મને જણાવી દો. દેશમાં માત્ર કેજરીવાલ જ વીજળીનું બિલ શૂન્ય કરી શકે છે.

Translate »