૪૫ ડિગ્રી ગરમી વચ્ચે અંબાજી કૈલાસ ટેકરી પર જંગલમાં આગની જ્વાળા ફાટી નિકળી, માઉન્ટ આબુમાં દોઢ મહિનામાં આગનો ૧૮મો બનાવ !

ભવર મીણા, પાલનપુર: જંગલ વિસ્તાર ધરાવતા અમીરગઢ, માઉન્ટ આબુ અને અંબાજીના જંગલોમાં ગરમીની શરૂઆત સાથે દવની ઘટનાઓ બનવા લાગી છે. જોકે વન વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં સફળતા મળી છે. પરંતુ આગના લીધે વન્ય સંપત્તિને નુકશાન થયું છે.

અંબાજી કૈલાસ ટેકરી પર આગની જ્વાળા ફાટી નીકળતા તેમજ પવનના સુસવાટાના લીધે આગ બે કાબુ થતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. તો વળી પર્યટક સ્થળ માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો આબુરોડ-માઉન્ટ આબુને જોડતા માર્ગ પરના જંગલ વિસ્તારમાં દવ લાગ્યો હતો. જેની જાણ વન વિભાગને થતા વન વિભાગના અધિકારીઓ પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.

ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આગની જ્વાળા જોત જોતા એટલી હદે વિકરાળ બની ગઈ હતી કે, આગને કાબુમાં લેવા માટે 75 કર્મચારીઓ કામે લાગ્યા હતા. જે 24 કલાક બાદ સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુના જંગલ વિસ્તારમાં છેલ્લા દોઢેક માસમાં આગ લાગવાની 18 મી ઘટના છે. આગની જ્વાળા મુખીમાં હજારો હેકટરમાં વન્ય સંપત્તિ બળીને રાખ થઈ હતી. જોકે વન્ય જીવો પર પણ ખતરો તોળાઈ રહ્યો હતો.

Translate »