પ્રશ્ન : કોલેજમાં એડમિશન લીધાના થોડા દિવસો પછી મારી મિત્રતા એક યુવતી સાથે થઈ હતી. અમે ઘણા ઝડપથી એક-બીજાની નજીક આવી ગયા, અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. છેલ્લા બે વર્ષથી અમે સાથે છીએ, અમારી વચ્ચે સારી સમજૂતી છે. ઘણી વખત શારીરિક સંબંધ પણ બંધાઈ ચૂક્યા છે. અમે એક-બીજાના ઘણા નજીક છીએ, સાથે જ ભવિષ્યને લઈ ઘણા વાયદાઓ પણ કર્યા પરંતુ જાન્યુઆરીમાં તેનાં લગ્ન અન્ય યુવક સાથે નક્કી થઈ ગયા. યુવક સારું એવું કમાય છે, અને સ્માર્ટ પણ છે. પરંતુ તેણે મને રડતાં રડતાં ફોન કર્યો અને કહ્યું કે તેને આ લગ્ન નથી કરવાં.
મેં તેને સમજાવી કે એક વખત યુવક સાથે વાત કરી લે અને સમગ્ર વાત તેને જણાવી દે. પરંતુ તેની પાસે યુવકનો નંબર નહોતો. જ્યારે તેણે ઘરમાં અમારા વિશે જણાવ્યું તો તેની માતાએ સ્પષ્ટ ના કહી દીધું. તેઓએ કહ્યું કે, જો તુ લગ્ન માટે ના કહેશે તો અમે જીવી નહીં શકીએ. તે પછી તેણે આ લગ્ન કરવાનું મન બનાવી લીધું. પરંતુ મને કહે છે કે, હું લગ્ન મજબૂરીમાં કરી રહી છું, પરંતુ પ્રેમ તો તને જ કરતી રહીશ.
હું તે દિવસે ઘણો તૂટી ગયો હતો. ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તેણે મારી ઘણી મદદ કરી, મારા કોલેજ એસાઇમેન્ટ લખીને તેણએ સબમિટ કર્યા.
કહે છે કે, જ્યાં સુધી મારા લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ સંબંધ રાખી અને લગ્ન પછી પણ શક્ય હોય તો રાખીશ. આ દરમિયાન અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા. પરંતુ મને લાગે છે કે, અમે લોકો તે યુવકની સાથે ખોટું કરી રહ્યા છીએ. કેટલાક દિવસોમાં તેની સગાઈ થવાની છે. તેમ છતાં તે મારી સાથે છે. હું સમજી શકતો નથી કે તે શું ઇચ્છે છે. હું ઘણો દુ:ખી છું. હું શું કરું? શું મારે જાતે જ તે યુવક સાથે વાત કરવી જોઈએ?
એક્સપર્ટનો જવાબ : કોલેજ લાઇફમાં નવા મિત્ર બનાવવા અને પ્રેમમાં પડવું ઘણું સ્વાભાવિક છે. આ એક કાચી ઉંમર હોય છે જેમાં આપણે ઘણા લાગણીશીલ હોઇએ છીયે અને સંબંધોને સમજવાનો પ્રયાસ કરીએ છીયે. આપણે આપણા મિત્રો પર ઝડપથી ભરોંસો કરીએ છીયે અને તેમની સાથે જીવનભરનો સાથ વિચારીએ છીયે. પરંતુ પછી આપણને ખબર પડે છે કે કોણ સાચો મિત્ર છે, કોણ જીવનભર સાથ રહેશે અને કોણ થોડા સમય માટે. તમારી સાથે પણ આ રીતે જ થયું છે.
એકબીજાની આદત પડવી સામાન્ય વાત છે
જે રીતે તમે જણાવ્યું કે, તમારા બંને વચ્ચે અંડરસ્ટેન્ડિંગ ઘણી સારી છે અને તમે બંને વચ્ચે ઘણી વખત શારીરિક સંબંધો બંધાઈ ચૂક્યા છે. એવામાં એક-બીજાની આદત લાગી જવી સ્વાભાવિક છે. પરંતુ જીવનનું સત્ય કંઇક અલગ છે. કોલેજમાં તમે બંને માત્ર એક-બીજા માટે જ પ્રતિબદ્ધ હતા. પરંતુ વિશ્વ ઘણું મોટું છે, જીવનના દરેક વળાંક પર આપણે નવા લોકોને મળીએ છીએ અને નવા અનુભવો કરીએ છીએ. તમારી પ્રેમિકાએ પણ તેમ જ કર્યું. તેને લાગ્યું કે તે મા-બાપની પસંદથી લગ્ન કરીને પોતાનું જીવન સારું બનાવી શકે છે.
માતા-પિતા પોતાના બાળકોનું અહિત નથી ઇચ્છતા
કોઇપણ માતા-પિતા પોતાની દીકરીનું અહિત નથી ઇચ્છતા. આથી જ્યારે તમારી પ્રેમિકાએ ઘરે તમારા સંબંધ અંગે જણાવી લગ્ન રોકવાના પ્રયાસ કર્યા તો ઘરવાળા ન માન્યા. પરંતુ તેનાતી વિપરીત પોતાના નિર્ણય માટે યુવતીને મનાવી લીધી. તેઓએ યુવતીને સમજાવ્યું હશે કે તે યુવક તેની માટે સારો કેમ છે. તમે જણાવ્યું કે, તે યુવક પૈસાદાર છે અને સારી નોકરી કરે છે. તેવામાં માતા-પિતા દ્વારા વારંવાર સમજાવતાં તે એ વાત માની ગઈ કે ખરેખર તે યુવક તેના માટે સારો છે.
આ માટે તે તમારી સાથે સંબંધ નથી તોડી રહી
તમારી પ્રેમિકાને એ વાત ખબર છે કે તમે તેને ઘણો પ્રેમ કરો છે અને તે પણ તમારી સાથે ઘણી જોડાયેલી છે. તમારી સાથે જે આકર્ષણ અને પ્રેમ તેને મળી રહ્યો છે તેની તેને ટેવ પડી ગઈ છે આથી તે તમને ગુમાવવા માગતી નથી. પરંતુ તેની સાથે તે પોતાના માટે એખ સુંદર ભવિષ્ય પણ જોઈ રહી છે, જેના માટે તેને કોઈ અન્ય યુવક સાથે લગ્ન કરવા પડી રહ્યા છે.
તે માત્ર પોતાના વિશે વિચારી રહી છે
અત્યાર સુધી લગ્ન થયા નથી, સમય છે કે, તે પેલા યુવકને સાચુ કહીને લગ્ન રોકી શકે છે, પરંતુ તે આમ કરી રહી નથી અને પોતાને મજબૂર દર્શાવી રહી છે. સીધા શબ્દોમાં કહીએ તો તે સ્વાર્થી થઈ રહી છે અને માત્ર પોતાના વિશે વિચારી રહી છે. તે આ વાતને અવગણી રહી છે કે આમ કરવાથી બે યુવકોના જીવન ક્યાંક પ્રભાવિત કરી થઈ રહ્યા છે.
લાગણી પર કાબૂ રાખીને આ સંબંધ તોડી નાખો
હું સમજી શકું છું કે, તમારા માટે આ મુશ્કેલ સમય છે. તમારા માટે તેણીને ભુલી જવું મુશ્કેલ છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે, તમે તમારા જીવનમાં આગળ વધો. તમે એ સમજી લો કે તમારી પ્રેમિકા તમારા કરતાં પોતાની જાતને વધુ પ્રેમ કરે છે અને શક્ય છે કે, ભવિષ્યમાં કોઈ કારણ તમને છોડી પણ દે. તેથી સારું એ છે કે, તેમ જ આ સંબંધ પર પૂર્ણવિરામ મુકી દો. તે વારંવાર મનાવે તો પણ તમે તમારી લાગણીઓ પર કાબૂ રીખીને તેનાથી અંતર રાખવાનું છે.
જ્યારે તમે આ નિર્ણય કરી લો કે તમે આ સંબંધને તોડવાના છો તે તેની સાથે સંપૂર્ણપણે વાતચીત બંધ કરી દો. આ સમયમાં તમે તમારા મિત્રો અને પરિવારની સાથે રહો જેથી તમે ઝડપથી આ તબક્કામાંથી પસાર થઈ શકો અને આગળ વધી શકો.