ગોલાપ ઈટાલિયાનું ફરમાન, ભાજપ અને પાટીલ ખોટી રીતે કાર્યકર્તા તથા સ્થાનિક નેતાને ન ધમકાવે

આમ આદમી પાર્ટીએ સુરતમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ફરી એકવખત ભાજપ સરકાર પર નિશાન તાંક્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ શિક્ષણ સમિતીની ચૂંટણીમાં ભાજપ તોડફોડન નીતિ અપનાવી આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવતા હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, ગુજરાતની પ્રજાએ નવો વિકલ્પ પસંદ કર્યો છે. જેનું મોરલ તોડવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યો છે.

આ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ચિમકી પણ ઉચ્ચારી કે, જો ભાજપ આ નીતિ બંધ નહીં કરે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સી.આર. પાટીલના ઘરની બહાર ઘેરાવ કરશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નવા નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપ તરફથી લોભ, લાલચ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હંમેશા ખોટી વાતો કરવામાં અને અફવા ફેલાવવામાં આવશે. સોશિયલ મીડિયામાં એક આર્મીને બેસાડી દેવામાં આવશે. હું એમને પણ કહું છું કે, તમારા સંતાનો માટેની આ લડાઈ છે. ભાજપને જે પેજ પ્રમુખ છે શું એને રૂ.94 નું લિટર પેટ્રોલ લેવું પોસાતું હશે? કોંગ્રેસ નેતાઓ એક વિપક્ષ તરીકેની જવાબદારી નથી નિભાવી શકતા, આજે તમને અને મને રૂ.94નું પેટ્રોલ પોસાતું નથી. 1962માં ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા હતા અને વર્ષ 1994માં તેઓ એમ કહે કે આ અચ્છેદિન છે. તો શું આ લોકો આપણને મુર્ખ સમજે છે? આ ગુજરાતની પ્રજા ભોળી છે મુર્ખ નથી.

ગોપાલ ઇટાલીયાનો આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ

જ્યારે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા-નેતાઓને સી.આર.પાટીલે ડરાવવા-ધમકાવવાનું શરૂ કર્યું છે. એમને માત્ર એટલું કહું છું કે, હું માત્ર એની નિંદા નથી કરતો સ્પષ્ટતા સાથે કહું છું કે, આ નીચલીકક્ષાના ધંધાઓ પાટીલ બંધ નહીં કરે તો અમે એની કોઈ સરકારથી ડરતા નથી. સી.આર.પાટીલનું ઘર ઘેરી લેવામાં આમ આદમી પાર્ટી એક મિનિટ પણ નહીં લગાડે. સી.આર. પાટીલ કે ભાજપના લોકો આવી ભૂલ ન કરે અને આ વાત સમજી લે.

Leave a Reply

Your email address will not be published.

Translate »