આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે. TRB જવાનોએ જણાવ્યું હતું કે, અગાઉ આ પ્રકારની માંગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચિમકી આપી હતી. એટલે TRB જવાનોમાં છૂટા કરી દેવાનો ડર સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો હાલમાં TRBમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનોની માંગ છે કે 300ની સામે 500 રૂપિયા પગાર ચૂકવવામાં આવે. જ્યારે હવે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કી કરેલી જગ્યાએ હડતાળ કરશે.
જવાનોને મોટો વાંધો એ છે કે સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો બાદ TRB જવાનોને તેનો લાભ મળ્યો નથી, ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
સાથે જ TRB જવાનો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાના માંગણીઓને લઈને રજૂઆત કરશે.