ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂપીને બેફામ વાહન ચલાવવાના 13 હજાર કેસ નોંધાયા

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળનો વર્ષ 2021-22 નો રિપોર્ટ રજૂ કરાયો છે. આ રિપોર્ટ અનુસાર દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13.153 કેસ નોંધાયા છે, એટલું જ નહિ પરંતુ ઓવર સ્પીડના 59,526 કેસ છે.

એ જ રીતે હેલમેટના નિયમ ભંગ બદલ  2,17,489, સીટ બલ્ટ નહિ પહેરવાના 1,95,620, કેસ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના 1,04,749 કેસ, રોંગ સાઈડ ડ્રાઈવિંગના 60,306 કેસ તેમજ સ્કૂલ બસોની સુરક્ષા સંદર્ભે 487 તપાસ કરવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જોકે આ દારૂબંધી કાગળ પર છે, હવે તો ધીમે ધીમે દારૂબંધી હળવી થવા માંડી છે,

દારૂમાંથી સરકારને કરોડોની આવક થઈ રહી છે. સરકારે વિધાનસભા ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો છે, તે પ્રમાણે ડ્રંક એન્ડ ડ્રાઈવના 13,153 કેસ નોંધાયા છે. દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં અકસ્માતના કારણે નાની મોટી ઈજા ઉપરાંત લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

રેડિયમ સ્ટ્રીપના 85.268 ઉતારુ અને વ્યવસાયિક વાહનો માટે એચઆરએસપીના 73,282 તેમજ અન્ય 4,84,018 કેસ કરવામાં આવ્યા છે. સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા અહેવાલ પ્રમાણે, રાજ્યમાં 2.89 કરોડ વાહનો નોંધણી થયેલા છે. સમગ્ર દેશમાં ચોથું સૌથી વધુ વાહનો (8.5 ટકા) ધરાવતું રાજ્ય ગુજરાત છે.

લાઇસન્સ વગર વાહનના ઉપયોગ બદલ પર હજારથી વધુ કેસ

રાજ્યના RTOમાં સર્વર ડાઉન થતાં 50 હજાર અરજદારને લાઈસન્સ માટે ધક્કો, ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકાને કલાકો રાહ જોવી પડી

બજેટ 2024 હાઇલાઇટ્સ: 1.4 કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયાનો લાભ મળ્યો, 10 વર્ષમાં 390 યુનિવર્સિટીઓ ખોલવામાં આવી

રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિવિધ કાર્યવાહી કરાઈ હતી, જે મુજબ રાજ્યમાં લાયસન્સ વિના વાહનનો ઉપયોગ કરવા બદલ 52,072 કેસ, વીમા વિના વાહનનો ઉપયોગ કરવાના 35,291 કેસ, વાહન ઓવરલોડિંગના 18,157, નોંધણી અને ફિટનેસ વગરના વાહનના 11,113 અને શાળાના વિદ્યાર્થીઓને લેવા મૂકવા માટે ઉપયોગમાં લેવાતી રિક્ષા-વાનમાં ગેરરીતિના ૫ કેસ નોંધાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારાને કાયદાની જોગવાઈ પ્રમાણે દંડ-શિક્ષા કરવામાં આવ્યા છે.


Share this Article
TAGGED: