Gujarat News: આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગુજરાતના દરિયાકાંઠે સંયુક્ત ઓપરેશન દ્વારા 86 કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે. બજારમાં તેની કિંમત અંદાજે 602 કરોડ રૂપિયા છે. એટીએસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહીમાં 14 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ ઓપરેશન છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું હતું.
ઓપરેશન દરમિયાન ધરપકડથી બચવાના પ્રયાસમાં, પાકિસ્તાની નાગરિકોએ તેમની બોટ ATS અધિકારીઓ પર ઘુસી જવાનો પ્રયાસ કર્યો અને પોલીસે ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરવી પડી. આ પછી શંકાસ્પદો ઝડપાયા હતા. સુરક્ષા એજન્સીઓ છેલ્લા બે દિવસથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ભારતીય જળસીમાની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડે મેરીટાઈમ ઈન્ટેલિજન્સનાં આધારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટના 14 કર્મીઓ સાથે 602 કરોડની કિંમતનો 86 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડે આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સાથે મળીને સફળ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઓપરેશનને સફળ બનાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એરક્રાફ્ટને મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, NCB અને ATS અધિકારીઓને લઈ જઈને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સ ભરેલી બોટના ચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડ જહાજ રાજરતન દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની સતર્કતાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં આવા 11 સફળ ઓપરેશન થયા છે.
આ કાર્યવાહીના એક દિવસ પહેલા, NCBએ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રતિબંધિત ડ્રગ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ત્રણ લેબનો પર્દાફાશ કર્યો હતો, જે ‘મ્યાઉ મ્યાઉ’ તરીકે જાણીતો હતો અને 7 લોકોની ધરપકડ કરી હતી. ઉપરાંત, એન્ટી-ડ્રગ્સ એજન્સીએ લગભગ 300 કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો.
તમિલનાડુ થઈને શ્રીલંકા જવાનો પ્લાન હતો
ગુજરાતના ડીજી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાત પોલીસની એટીએસને નાર્કોટિક્સ સામે કાર્યવાહી કરવામાં મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસ લોકસભાની ચૂંટણીમાં અલગ-અલગ માપદંડો પર કામ કરી રહી છે. 21 એપ્રિલે એટીએસ અધિકારી કે.કે.પટેલને માહિતી મળી હતી કે પાકિસ્તાની નાગરિક હાજી અસલમે પાકિસ્તાની ફિશિંગ બોટ મારફતે ડ્રગ્સ મોકલ્યું હતું. તે ભારતીય જળસીમા થઈને તમિલનાડુ થઈને શ્રીલંકા જઈ રહ્યું હતું. આ માહિતી પોલીસ સાથે શેર કરવામાં આવી હતી અને વ્યૂહરચના બનાવવામાં આવી હતી. બીજા દિવસે એટીએસના પીઆઈ નિખિલ અને પીએસઆઈ મનીષ પટેલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી રવાના થયા હતા.
આરોપીઓએ સુરક્ષા એજન્સીઓ પર ગોળીબાર કર્યો હતો
25 અને 26ની રાત્રે પાકિસ્તાની બોટની ઓળખ થઈ હતી. આ પછી એટીએસ અધિકારીઓએ ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી અલ રઝા બોટને પકડી હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. આ પછી એટીએસની બીજી ટીમ પણ આ ઓપરેશન માટે રવાના થઈ હતી. જ્યારે અલ રઝા બોટે આત્મસમર્પણ કર્યું ત્યારે આ બોટમાં 14 પાકિસ્તાની હતા, જેમની અટકાયત કરવામાં આવી હતી.
બોટમાં માસ્ટરમાઇન્ડ નાસિર હુસૈન સહિત 14 લોકો ઝડપાયા હતા, આ તમામ બલૂચિસ્તાનના રહેવાસી છે. આ સમયગાળા દરમિયાન 86 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 609 કરોડ રૂપિયા છે. ફાયરિંગ દરમિયાન માસ્ટરમાઈન્ડ નાસીર હુસૈન ઘાયલ થયો હતો, તેના હાથમાં ઈજા થઈ હતી, તેને જામનગરમાં સારવાર આપવામાં આવી હતી. આ કેસની વધુ તપાસ NCBને સોંપવામાં આવી છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
હાજી અસલમે પાકિસ્તાનથી ડ્રગ્સ મોકલ્યું હતું
તેણે કહ્યું કે 86 કિલો હેરોઈનનું કન્સાઈનમેન્ટ ભારતનું નહોતું, તેનું રીસીવર શ્રીલંકામાં હતું, પરંતુ ATSનું નેટવર્ક એટલું મજબૂત છે કે અમને ભારતીય જળસીમાનો ઉપયોગ કરનારાઓ પાસેથી ઈનપુટ મળ્યા હતા. કોણ છે હાજી અસલમ, શું છે તેનો ઈતિહાસ? આ કન્સાઈનમેન્ટ મેળવનાર શ્રીલંકાના લોકો કોણ હતા તેની તપાસ થશે. તેણે જણાવ્યું કે આરોપીઓએ 3 બેગ પાણીમાં ફેંકી દીધી હતી.