ફરી એકવાર રાજ્યમાં કોરોનાનો આતંક, ખાલી એકલા અમદાવાદમાં જ આજે નોંધાયા આટલા કેસ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

થોડા સમય પહેલા કોરોનાએ આખા વિશ્વમા આતંક મચાવ્યો હતો. આ બાદ વેક્સિનની શોધ થતા વાયરસ પર કાબુ મેળવવો શક્ય બન્યો. ધીરે ધીરે કોરાના કેસોમા ઘટાડો થવા લાગ્યો. આ વચ્ચે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમા ફરી એકવાર કોરોનાની એંટ્રી થઈ ગઈ છે. આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ આંકડા પરથી આ માહિતી સામે આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસો

માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસો નોંધાયા છે. કોરાના કેસો રાજ્યનાં મહાનગરોમાથી સામે આવ્યા છે જે બાદ લોકો ચિંતામા મૂકાયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 13 વ્યક્તિમા કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટમાં એક, સુરતમાંથી 1, વડોદરામાં એક કોરોના કેસ નોંધાયો છે.

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારને છોડી દીધો, કોર્ટે કહ્યું- પુરાવા ઘટે છે, એટલામાં કંઈ ના થાય

ઘેટા-બકરાંની જેમ ઢગલો થઈ ખડકાઈ ગયા… 55ની લિમિટમાં 180 ભરી દીધા, બસમાં મુસાફરો જોઈને RTOએ માથું પકડી લીધું

મે રાત દિવસ કાળી મજૂરી કરી ખુશ રાખી… 21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિની આપવીતી રડાવી દેશે

આ સાથે રાહતના સમાચાર એ છે કે અન્ય જિલ્લામા કોરોનાનો કેસ નોંધાયો નથી. હવે કોરાનાનો ફેલાવો આગળ ન વધે તે માટે તંત્ર એકટિવ મોડમા છે. મળતી માહિતી મુજબ હાલ રાજ્યમાં કોરોનાના કુલ 68 એક્ટિવ કેસો છે. આ બાદ સફાળા કેસોમા વધારો થતા રાજ્યમાં લોકોને સાવચેતી રાખવાનુ કહેવાયુ છે.


Share this Article
TAGGED: