કાળજું કંપાવતી ઘટના, એક જ પરિવારની 6 દીકરીઓ મોરબીનો ઝૂલતો પુલ તુટતા મોતને ભેટી, ઘરે ચાલી રહી હતી દીકરીની સગાઈની તૈયારીઓ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

મોરબી ઝૂલતો પુલ અચાનક તૂટી પડતા આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. બાળકો અને મહિલાઓ આ આ ઘટનામા મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે. કેટલાય પરિવારોની આંખોમાં અશ્રુ છે અને મનમા ભારે આક્રોશ છે.

આ વચ્ચે એક પરિવારની કાળજુકંપાવતી કરુણ વાત સામે આવી છે. એક જ પરિવારની 6 દીકરીઓ દિવાળી વેકેશન કરવા મોરબી ગઇ હતી અને આ દરમિયાન તે પરિવારના 36 લોકો ઝૂલતા પુલ પર મોજ કરી રહ્યા હતા.

આ વચ્ચે અચાનક પુલ તુટી પડતા 6 દીકરીઓ મોતને ભેટી છે. પરિવારના 30 લોકોના જીવ ભારે મહેનત બાદ બચી શક્યા છે. મોતના મુખમા ગયેલી 6 દીકરીઓમાથી એક મૃતક દીકરીની તો એક માસ બાદ જ સગાઈ હતી. પ્રશાસનની બેદરકારીના કારણે ઝૂલતો પુલ તૂટ્તા કેટલાય પરિવારો વિખરાયા છે અને ભારે રોષ છે.

થોડા દિવસો પહેલા જ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. અકસ્માતના 5 દિવસ પહેલા 25 ઓક્ટોબરે આ બ્રિજ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિવારે અહીં ભીડ ક્ષમતા કરતાં વધી ગઈ હતી.

આ અકસ્માતનું કારણ પણ કહેવાય છે. અકસ્માતનો 30 સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં 15 સેકન્ડ બાદ પુલ તૂટી પડતા લોકો મચ્છુ નદીમાં સમાઈ ગયા હતા.


Share this Article