અમદાવાદમાં પોલીસે રંગેહાથ કુટણખાનું ઝડપી પાડ્યું, ગ્રાહક દીઠ ભાવ લેવાતો’તો 700 રૂપિયા, આ રીતે આખું સામ્રાજ્ય ચાલતુ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

શહેરનો નારોલ વિસ્તાર કુટણખાનું ચાલવા બાબતે લોકોમાં ચર્ચાસ્પદ રહ્યો છે, ત્યારે ઇસનપુર પોલીસને બાતમી મળતા પોલીસે અહીં એક બિલ્ડીંગમાં રેડ કરી હતી. પોલીસે આ બિલ્ડીંગમાં રેકઝીન કવરના બોર્ડ મારી અંદર ચાલતા કુટણખાના પર રેડ કરી હતી. પોલીસે બોગસ ગ્રાહક મોકલી તપાસ કરી તો તેમાં પાટીશન પાડીને કુટણખાનું ચલાવાતું હતું. જેથી પોલીસે ગ્રાહક, મેનેર, રૂપલલના સહિતના લોકોને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

શહેરની ઇસનપુર પોલસીને બાતમી મળી હતી કે, નારોલ સર્કલ પાસે એક બિલ્ડીંગમાં દુકાનમાં કેટલાક લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેને લઇને પોલીસે ત્યાં જઇને રેડ કરી હતી. ઇસનપુર નારોલ હાઇવે પર ત્રણ માળની એક બિલ્ડીંગમાં આવેલી રેકઝીન કવરની દુકાનમાં જઇને પોલીસે જોયું તો ત્યાં પાટીશન પાડીને કુટણખાનું ચલાવાતું હતું. જેથી પોલીસે તે બાતમી આધારે રેડ કરી બોગસ ગ્રાહક મોકલી કુટણખાનું ઝડપી પાડ્યું હતું.

પહેલા પોલીસે બોગસ ગ્રાહકને આ જગ્યાએ કાઉન્ટર પર મોકલ્યો હતો અને ત્યાં મેનેજર સાથે વાત કરી રૂપલલના પાસે જઇને પોલીસને ફોન કરવાનો તેમ કહી પોલીસે છટકું ગોઠવ્યું હતું. બોગસ ગ્રાહકે અંદર જઇને જ પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી રૂપલલના સહિતના લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસને આ રેડમાં કાઉન્ટર પરથી મંગલભાઇ રાઠોડ નામનો શખ્સ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ત્યાં વધુ તપાસ કરતા રૂપલલના અને ગ્રાહક મળી આવ્યા હતા.

એક પછી એક ગુજરાતીઓના હાર્ટ એટેકથી મોત, હવે દીવમાં પિતા સાથે વાત કરતાં-કરતાં દીકરાનું મોત, ચારેકોર હાહાકાર

84,000 પગાર, ડ્રાઈવરના 10,000.. છતાં આ ધારાસભ્યએ માંગણી કરી કે પગાર વધારો તો ખોટા કામ બંધ થઈ જાય

હું થોડાક જ દિવસોમાં કહી દઈશ કે મહાઠગ કિરણ પટેલ પાછળ કોનો હાથ છે, ભાજપના લોકો…. :દિગ્ગજ નેતાના ભાઈનો ઘટસ્ફોટ

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા અને રૂપલલનાને 200 રૂપિયા આપતા હોવાનું સામે આવ્યુ હતું. આ જગ્યા પર કોઇને શક ન જાય તે માટે બહાર દુકાનનું બોર્ડ મારી પાટીશન પાડીને રૂમો બનાવી કુટણખાનું ચલાવતા હતા.સાથે જ આરોપીઓએ જણાવ્યું કે, તેઓ મસાજ પાર્લરના નામે અહીં કુટણખાનું ચલાવતા હતા. છેલ્લા ચાર મહિનાથી ચાલતા આ કુટણખાના પર રેડ કરી પોલીસે મંગલ રાઠોડ, એક મહિલા, એક ગ્રાહક અને વોન્ટેડ પર્વતસિંહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Share this Article
TAGGED: ,