જામનગરના આ ગામમાં હાહાકાર મચી ગયો, પ્રેમ પ્રકરણના લીધે સરપંચના દિકરાએ પોતાને જ ગોળી મારી કરી આત્મહત્યા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

જામનગર નજીક 23 વર્ષીય એક યુવકે પોતાને જ ગોળી મારી હોવાની ઘટના સામે આવતા અરેરાટી મચી છે. આ યુવકનો મૃતદેહ ખીજડીયા બાયપાસ પાસેથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમા સામે આવ્યુ છે કે આ યુવક દ્વારકાના વિજલપર ગામના સરપંચના પુત્ર છે. યુવકનુ નામ જય ડેર છે અને તેણે પ્રેમ પ્રકરણને કારણે મોતને વ્હાલુ કરી લીધુ હોવાની શકયતા છે.

મળતી માહિતી મુજબ ખીજડીયા બાયપાસ ધોરીમાર્ગથી લાલપુર બાયપાસ વચ્ચેના રસ્તા પરથી દેવભૂમિ દ્વારકાના યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ સામે આવ્યો છે. તેણે પોતાની કારમાં જ ગોળી મારેલી હોવાનુ નોંધવામા આવ્યુ છે. યુવકે જે ગનનો ઉપયોગ કર્યો છે તે પોતાના પિતાની લાયસન્સ વાળી ગન છે. જયે ઘરે લોકરમાં રાખેલ પિતાની ગન લઈ જામનગર જઈને સમરસ હોસ્ટેલ સામેના રોડ મોતને વ્હાલુ કરી લીધુ છે.

દીકરાએ આપઘાત કરી લીધો હોવાની જાણ પરીવારને થયા શોક છવાયો છે. આ અંગે વાત કરતા ડીવાયએસપી કૃણાલ દેસાઈએ કહ્યુ છે કે પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં પોતાના હાથે ગોળી છોડી આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share this Article
TAGGED: