વડોદરા-હાલોલ રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, એક પછી એક ગેસની બોટલો ફાટી, 5 કિલોમીટર દૂર સંભળાયા ધડાકા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

રાજ્યમા ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરા-હાલોલ રોડ નજીક ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપની આવેલી છે. અહી આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. ભીષણ આગની જાણ થતા જ પોલીસ અને 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ કંપનીએ આપી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ ચલુ છે.

હાલ આ આગ લાગવા પાછળૅનુ કારણ હાઇટેન્શન લાઇન તૂટી હોવાનુ માનવામા આવી રહ્યુ છે. આ બાદ આગ વધુ ફેલાતા અહી પડેલા ગેસના બોટલો એક પછી એક ફાટયા જેના ધડાકા 5 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા.


મળતી માહિતી મુજબ આગને જોતા વડોદરા ફાયર બ્રિગેડએ મેજર કોલ જાહેર કર્યો છે અને બીજી તરફ કંપની હાઈવે પર જ હોવાના કારણે આગના કારણે વડોદરા-હાલોલ રોડ પર ટ્રાફિક જામ થયો છે. હાલ આ આગને કારણે વાહનવ્યવ્હાર ખોરવાયો છે અને વાહન ચાલકોને હાઈવે પર કપનીથી 1 કિલોમીટર દૂર જ રોકી દેવામા આવી રહ્યા છે.


Share this Article