પ્રકાશ સુથાર (બનાસકાંઠા) કોરોનાની મહામારી સામે લડવા અને કોરોનાનો ફેલાવો અટકાવવા માટે થરાદ પ્રાંત ઓફીસ ખાતે આજે થરાદ વેપારી એસોસિયેશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં થરાદ પોલીસ અધિક્ષક શ્રી પુજા બેન યાદવ, મામલતદાર શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ, આરોગ્ય અધિકારી તેમજ વેપારી વર્ગ હાજર રહ્યો હતો. કોરોના કાળ ચાલે છે ત્યારે વેપારીઓએ ભીડ એકઠી નાં થાય તેવા પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું. જેમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી હતી. .આજ રોજ મીટીંગ મા નીચે મુજબ સુચના આપેલ છે જેનુ ચુસ્ત પણે દરેક વેપારીમિત્રોએ અવશ્ય પાલન કરવાનું છે.
1) દરેક વેપારીમિત્રોએ બે ડોઝ અવશ્ય લીધેલા હોવા જોઈએ નહીંતર દુકાન ખોલવા દેશે નહીં.
2) આપણી દુકાનમાં જે કમૅચારી માણસોએ પણ બે ડોઝ લીધેલા હોવા જોઈએ.
૩) દુકાનમાં ગ્રાહક જોડે સોશિયલ ડિસટન્સ જાળવવું.
4) માસ્ક ફરજિયાત પહેરી રાખવો. જો નાક બહાર દેખાશે તો 1000 રૂપિયા દંડ વસુલવામાં આવશે. એટલે આજથી જ માસ્ક ફરજિયાત છે. એ સમજી ને ચાલવું. દો ગજ કી દુરી માસ્ક હૈ જરૂરી.
5) દુકાનમાં સેનેટાઈઝર રાખવું.