બાપ રે….ગાંધીનગરમાં ફુલ સ્પીડે જતી બસે સ્કૂલવાનને ટક્કર મારી, વિદ્યાર્થીઓની ભરેલી વાન ગોથું ખાઈ ગઈ, બાળકોની ચિચિયારીથી વાતાવરણ રડ્યું!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

આજે સવારમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકનો જીવ તાળવે ચોંટ્યો હતો. જો કે નાનીમોટી ઈજાઓ થઈ છે, જે પૈકી એક બાળકને ગંભીર રીતે લાગી હતાં હાલમાં અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. વહેલી સવારના સમયે આખો રોડ ખાલી હોવા છતાં માતેલા સાંઢની માફક બસે ટક્કર મારી અને સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી.

જ્યારે આ અકસ્માત થયો ત્યારે બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. જે લોકોએ જોયું એમનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો. વિગતો મળી રહી છે કે ગાંધીનગરના ચ-6 સર્કલ પર આજે સવારના ખાનગી બસે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારી હતી અને સામેથી આવતી સ્કૂલવાન ન દેખાતા ધડાકાભેર ટક્કર મારી હતી. જેવી જ ટક્કર મારી કે વાન પલટી ખાઈ ગઈ હતી.

સ્કૂલવાન વિશે માહિતી સામે આવી રહી છે કે તેમાં 12 બાળક હતાં, જેમાંથી 10ને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ છે. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવારની જરૂર પડી અને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યું છે. તો વળી એકને હાઇટેક અને એકને કેડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યાં હતાં. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતાં તેમના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે.


Share this Article