Ahmedabad News: બિપરજોય વાવાઝોડું હજુ ગુજરાતીઓ ભૂલ્યા નથી. તેનાથી થયેલું નુકસાન હજૂ પણ અમુકઅંશે વેઠવાનો વારો આવ્યો છે. ત્યાં ફરી એક વખત ગુજરાત પર મોટું વાવાઝોડું આવી રહ્યું છે. દરિયામાં એક ચક્રવાત બની રહ્યું છે અને તેને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં વધુ એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં 2023ની શરૂઆતથી સક્રિયતા જોવા મળી રહી છે આ કારણે ગુજરાતના વાતાવરણ પર અસર થઈ રહી છે.
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ચોમાસું પૂરું થયા બાદ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાવાઝોડાની અસરથી ઊભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. ‘તેજ’ વાવાઝોડા દરમિયાન ગુજરાતમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
3 શુભ યોગમાં આજે નવરાત્રિનો 5મો દિવસ, આ સમયે કરો સ્કંદમાતાની પૂજા, જાણો પદ્ધતિ, મંત્ર અને 5 લાભાલાભ
નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ મા અંબેને આ 5 વસ્તુઓ ન ચઢાવો, કૃપાના બદલે ધનોત-પનોત કાઢી નાખશે!
જો બાંગ્લાદેશ ભારતને હરાવશે તો છોકરા સાથે હોટેલમાં… પાકિસ્તાની અભિનેત્રીએ ખેલાડીઓને આપી મોટી ઓફર
હવામાન વિભાગ હાલમાં આ સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતા વિશે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ દક્ષિણ પૂર્વ અર સાગર અને કેરળના કાંઠે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે.