શિક્ષક છે કે રાક્ષસ? લાકડી તૂટે નહીં ત્યાં સુધી વલસાડમાં 40 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો, ગામ આખું ભેગું થયું અને પછી….

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો મામલો ફરી એકવાર રાજ્યની એક શાળામાથી સામે આવ્યો છે. વલસાડના ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાની આ હરકતથી હવે વાલીઓ નારજ થયા છે અને તેમને બદલી કરવાની માંગ કરી છે. શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની જાણ વાલીઓબ્ને થતા તૈઓએ શાળામાં તાળાબંધી કરી દીધી છે.

શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો

આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં પહોંચવામાં 10 મિનિટ મોડું થઈ ગયુ હતું અને આ વાતથી નારાજ શિક્ષિકા તમામ વિદ્યાર્થીઓને માર માર્યો. માત્ર આટલુ જ નહી વાલીઓએ જણાવ્યુ કે લાકડી તૂટી ગયા બાદ શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો છે. હવે આ મામલો જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસ સુધી પહોચ્યો અને તપાસ શરૂ કરાઈ છે.

શાળામાં આવતા થયુ હતુ 10 મિનિટ લેટ 

વિદ્યાર્થીના વાલીઓનુ કહેવુ છે કે અમારો છોકરાઓને શાળામાં આવતા-આવતા 10 મિનિટ લેટ થયું તેના બદલામાં શાળાના આચાર્ય શિક્ષિકાએ 40થી45 બાળકોને માર માર્યો છે. જો કે આ ઘટનાની અમને એ દિવસે જાણ થઈ ન હતી પણ જ્યારે બીજા દિવસે જાણ થઈ છોકરાઓને વધુ માર મારેલો. હાલત એવી હતી કે તેમને હોસ્પિટલ લઈ જવાયો હતો. હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે અને માંગ કરાઈ છે કે આ શિક્ષિકાની બદલી કરવામા આવે અને નવા શિક્ષક ન આવે ત્યાં સુધી શાળામા તાળાબંધી રાખવામા આવશે.


Share this Article
Leave a comment