દિયોદરના જ્ઞાનીઓને ઘણી ખમ્માં! લાયબ્રેરી બનાવવા માટે યુવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: હાલનો સમય જ્ઞાનનો છે. જ્ઞાન એ વગર યુવા પેઢીનું આગળનું કોઈ ભવિષ્ય નથી. એવા સમયે યુવાનોમાં વાંચનનું પ્રમાણ વધુ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે, વિદ્યાર્થીઓના લાયબ્રેરી બનાવવાના લાભાર્થે દિયોદરના સોનીથી ડૂચકવાડા રોડ, મુ. કોટડા(ફો) ખાતે આગામી તારીખ બીજી જાન્યુઆરીથી ભવ્ય યુવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનારા છે.

આ અંગે આયોજન કરતા પ્રકાશ ચૌધરીએ કહ્યું હતું કે હાલના સમયમાં વિદ્યાર્થીઓને લાયબ્રેરીનું ખૂબ જ જરૂરી છે. એક ઉમદા આપનાર સાથે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. એક નવા અને ઉમદા વિચાર સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતની સાથે લાઇબ્રેરીનું નિર્માણ થાય અને યુવા પેઢીમાં વાંચન પ્રત્યે પ્રેરાય સાથે સાથે આ ઉમદા કાર્યમાં સૌ સ્નેહીજનોના સાથ અને સહકારથી આ કાર્ય પૂર્ણ થાય તેવી આશા અને અપેક્ષા ધરાવું છું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્રિકેટ મેચમાંથી આવક ઉભી કરીને સુંદર લાયબ્રેરીનું બનાવવામાં આવશે તેના અનેક વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં વાંચનમાં વધારો થશે અને સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી થશે.

બીજી જાન્યુઆરીથી ભવ્ય નાઈટ ક્રિકેટ યુવા ટુર્નામેન્ટની શરૂઆત થશે

આ યુવા ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ ઉમદા વિચાર સાથે વિદ્યાર્થીઓ અને યુવાનો વાંચનની અભિરુચિ વધે તે માટે આયોજન કરવામાં આવનાર છે. બીજી જાન્યુઆરીથી શરુઆત થશે અને આખો મહિનો ચાલશે. લગભગ ૬૪ કરતા વધુ ટીમો ભાગ લેશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ છે “ચા”ના જબરા શોકીન, કચ્છમાં સામાન્ય નાગરિક જેમ ચાની લિજ્જત માણી

Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ

રાહુલ ગાંધીએ પદ્મશ્રી એવોર્ડ પરત કરનાર પહેલવાન બજરંગ પુનિયા સાથે કરી મુલાકાત, પહેલવાનોની જાણી સમસ્યાઓ

વિજેતા ટીમને એકાવન હજારનું ઇનામ આપવામાં આવશે

આ ભવ્ય ક્રિકેટ મેચનું આયોનજમાં વિજેતા ટીમને એકાવન હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે અને ઉપવિજેતાને એકવીસ હજારનું ઈનામ આપવામાં આવશે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly