માવજી વાઢેર ( ઉના ગીર સોમનાથ )
સુત્રાપાડા તાલુકાનાં આનંદપુર ગામના અભયભાઈ બીજલભાઈ ચાવડા આર્મીમાં 20 વર્ષની પોતાની ફરજ પુરી કરી રિટાયર્ડ થતા પોતાના ગામમાં પરત ફર્યા હતા, નોકરી પૂર્ણ કરીને પોતાના વતનમાં આવતાં ફૌજી અભયભાઈ ચાવડાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્વાગત માટે રામપરા ગામથી આનંદપુર ગામ સુધી પાંચ કિલોમીટરની રેલી, ભવ્ય આતશબાજી કરીને ઠેકઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચાઇના અને ભારત વચ્ચે ગલવાન ધાટીમાં જ્યારે મારામારી થઈ હતી. આનંદપુર ગામનાં યુવાન અભયભાઈ બીજલભાઈ ચાવડાએ નિષ્ઠા પુર્વક ફરજ બજાવી ચીની સૈનિકોનાં દાત ખાટા કર્યાં હતા. તેમજ દેશની રક્ષા કાજે ઓગણીસ વર્ષ સુધીની સફરમાં કાશ્મીરમાં સહિત સાત કમાન્ડમાં ફરજ બજાવી છે. આવી તેમની વિવિધ દેશ પ્રત્યેની ફરજ બદલ 6 મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. તેમનાં સ્વગતમાં જેશીંગ વાણવી, પ્રવિણ આમહેડા, રાહુલ વણવી, પ્રવિણ ગોહેલ અને સરપંચ તેમજ એક્ષ.આર્મી મેનો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો જોડાયા હતા.