હાલમાં એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ અને ટ્રકનો ભયંકર અકસ્માત થયો છે અને જેના કારણે 6 લોકોના મોત નીપજ્યાં છે. તો સાથે સાથે એવા પણ સમાચાર છે કે આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે. હાલમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત 12 લોકોના નામ નીચે પ્રમાણે છે
મલિક યાસીન ઝાકીરભાઈ
ઝાકીરભાઈ અહેમદભાઈ મલેક
બાબુભાઈ વાઘજીભાઈ ઠાકોર
સીમાબેન મિતુલભાઈ બણઝાર
રોશનબેન ઝાકીરભાઈ મલેક
ભમરભાઈ કળિયા બણઝાર
ગાયત્રીબેન મનસુખભાઈ ભીલ
અંજલિબેન નિતેશભાઈ બણઝાર
મધુબેન બાબુભાઈ ઠાકોર
સરોજબેન દિનેશભાઈ ભીલ
સીતાબેન જગદીશભાઈ ભીલ
અકસ્માતમાં આ 6 લોકોના મોત
પિનલ વણઝારા
દુદાભાઈ સેજાભાઈ રાઠોડ
અમ્રિતાબેન વણઝારા
કાજલબેન પરમાર
રાધાબેન પરમાર
સમજુબેન ફુલવાદી
મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાઈ ગઈ અને જેમાં સવાર 6 લોકોનાં મોત પણ નીપજ્યા હતા, તો સાથે જ 12 લોકોને ઇજાઓ થઈ છે. આ સાથે જ બધાને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને મદદે દોડી આવ્યા હતા.
કડકડતી ઠંડી બાદ હવે ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર થઈ જાઓ, અંબાલાલ પટેલે કરી નાખી મોટી આગાહી
જો કે પોલીસ પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બાદ એક સ્થાનિક નાગરિકે ઘટનાસ્થળ પર જ ઉભા રહી પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અકસ્માતમાં આ 6 લોકોના મોત થયા બાદ નાગરિક દ્વારા સવાલ કરાયો હતો કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી?